સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોઈ છે. જયારે ફરી એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગાઝિયાબાદના લોનીના એક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર નંબર પ્લેટ વગરની મર્સિડીઝ કારમાં જતા જોવા મળી રહ્યા છે. પોલીસકર્મીઓ કારની પાછળ દોડી રહ્યા છે અને એક યુવક કાર પર ચડીને સ્ટંટ કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, વાયરલ થયેલો વીડિયો ગઈકાલનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે લોની ધારાસભ્ય નંદકિશોર ગુર્જર દ્વારા લોની પુસ્તા રોડ પર લઘુમતી સમુદાય વતી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં પહોંચતા પહેલા ભાજપ લઘુમતી સમાજના લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન, રેલીમાં જોડાયેલ સ્કોર્પિયો કારમાં એક યુવક કારની છત પર ઉભો રહીને વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી કારના ગેટ પર બે યુવાનો બંને બાજુ ઉભા જોવા મળે છે.
તે જ સમયે, ભાજપના ધારાસભ્ય નંદકિશોર આ રેલીમાં નંબર પ્લેટ વગરની ખુલ્લી મર્સિડીઝમાં બેઠેલા દેખાયા હતા, જ્યારે આ કાર પર નંબર પ્લેટની જગ્યા પર ‘પ્રધાનજી’ લખ્યું હતું. જેને વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાઈ છે. હવે અહીં મોટો સવાલ એ છે કે, શું ગાઝિયાબાદ પોલીસ આ વીડિયો વાયરલ થયા પછી કોઈ કડક કાર્યવાહી કરે છે કે નહિ? અને આ કેસમાં કોઈ દંડ થશે કે નહિ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.