ફ્રૂટ્સ ખાવાથી પણ ખરાબ થઇ શકે છે શરીરનું સ્વાસ્થ્ય- જાણો ક્યાં લોકોને ફળોથી દુર જ રહેવું જોઈએ

સ્વાસ્થ્યને મજબુત બનવવા માટે શાકભાજી અને ફળો ગુણકારી છે.ફળો અને શાકભાજીમાં જરૂરી પોષક તત્વો મળે છે.સામાન્ય રીતે ફળ ખાવાથી થતાં ફાયદાની જ વાતો થતી હોય…

સ્વાસ્થ્યને મજબુત બનવવા માટે શાકભાજી અને ફળો ગુણકારી છે.ફળો અને શાકભાજીમાં જરૂરી પોષક તત્વો મળે છે.સામાન્ય રીતે ફળ ખાવાથી થતાં ફાયદાની જ વાતો થતી હોય છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે તમારા મનપસંદ ફ્રૂટને ખાવાથી પણ તમે બીમાર થઇ શકો છે, તો શું કહેશો. ચોંકી ગયા ને પણ આ હકીકત છે. કેરી ખાવાનું કોને પસંદ ના હોય, કેરીમાં વિટામીન એ,બી,સી,ઈ,કે સિવાય અન્ય જરૂરી મિનરલ્સ હોય છે. કેરીમાં પોલીફેનોલ્સ, ટ્રાઈટરપીન અને લ્યુપોલીસ જેવા એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરીર માટે જરૂરી ગણાય છે. સામાન્ય રીતે જરૂરી પોષક તત્વો હોય છે. કોઈ પણ વસ્તુ જો જરૂર કરતા વધારે ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે. કેરી પણ વધુ માત્રામાં ખાવાથી આડઅસર થાય છે. એટલે કેરી ખાતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

સામાન્ય રીતે કેરીમાં કુદરતી મીઠાશ હોય છે પણ તમારા શરીરમાં કુદરતી ગળપણ પણ એક નિશ્ચિત માત્રામાં હોવું જરૂરી છે. વધુ કેરી ખાવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર જલદી વધી શકે છે. એટલે દિવસમાં 1 થી 2 કેરીથી વધુ કેરી ખાવી જોઈએ નહિ. ડાયાબિટીસના દર્દી પોતાનું સુગર લેવલ ચેક કરીને પણ જોઈ શકે છે કે કેરી ખાવાથી કેટલી આડ અસર થાય છે.

જો,કે કેરી ઉનાળુ ફળ છે. પણ તેને વધુ માત્રામાં ખાવથી ચહેરા પર ખીલ અને ફોલ્લીઓ થઈ શકે છે. જરૂરિયાતથી વધારે કેરી ખાવાથી તમારા ચહેરાની સુંદરતા દુર થઈ શખે છે. કેરીમાં ઉરુશિઓલ નામનું કેમિકલ હોય છે. કેટલાક લોકોને તેના કારણે રેશિશ પણ થવા લાગે છે.

કેરીના ઉપરના ભાગનો એક ચીકણો પદાર્થ હોય છે અને તેને જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ખંજવાળ થઈ શકે છે. જો ભૂલથી આ પદાર્થ ગળામાં જતો રહે તો ગળુ બેસી પણ શકે છે અને ગળામાં સોજો આવે છે. ઉરુશિયોલના કેમિકલના લીધે વધુમાં વધુ કેરી ખાવાથી શરીરમાં નાની નાની ફોલ્લી જેવું પણ થઈ શકે છે.

કેરીનો સંબંધ પેટ સાથે હોય છે. મીઠી કેરી ખાવી જેટલી સારી લાગે છે તેમ પેટ માટે તેટલી જ હાનીકારક છે. કેરીમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે. વધુ કેરી ખાવાથી ઝાડા અને પેટમાં દુખાવાની સમસ્યા પણ રહે છે. કેરીમાં કેલેરીનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. એક મધ્યમ આકારની કેરીમાં પણ 135 જેટલી કેલેરી હોય છે. વધુ માત્રામાં કેરી ખાવાથી વજનમાં વધારો થાય છે. એટલે જો તમે તમારા જાડાપણાને કંટ્રોલ કરવા માગો છો તો કેરીને વધારે ન ખાશો.

ઘણાં લોકોને કેરીથી એલર્જી હોય છે. આવા લોકોને કેરી ખાધા પછી આંખ-નાકમાંથી પાણી વહેવુ, શ્વાસ લેવામાં તકલીફ, પેટમાં દુખાવો, છીંક જેવી સમસ્યા થવા લાગે છે. વધુ કેરી ખાવાથી કેટલાક લોકોમાં એનાફિલેક્ટિક શોકના લક્ષણ જોવા મળે છે. આ એક એલર્જિક રિએક્શન હોય છે જેમાં ઉલટી અને આઘાત જેવા લક્ષણ જોવા મળે છે. સમય પર જો યોગ્ય ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. કેરીને એક ગરમ ફળ ગણવામાં આવે છે. કેટલાક રિસર્ચ અનુસાર વધુ માત્રામાં કેરી ખાવાથી શરીરનું તાપમાન વધી શકે છે. પણ આયુર્વેદ મુજબ કેરીને ક્યારેય દૂધની સાથે ન ખાવી જોઈએ. આ સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *