હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. 3 ઓગસ્ટનાં રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર એવાં સમયે આવ્યો છે, કે જ્યારે લોકો કોરાનાનાં લીધે ઘરમાં જ રહેવા માટે મજબૂર થયા છે. રોગચાળાને લીધે બહેનો પણ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જઈ શકી નથી. તો, બીજી બાજુ ભાઈઓ પણ તેની બહેનની માટે સુંદર ભેટ લેવા માટે પણ જઈ શક્યા નથી.
રક્ષાબંધનને લઈને મનુસ્મૃતિમાં થોડી ખાસ વાતો પણ કહેવામાં આવી છે. જેમાં બહેનોને આપવામાં આવતી ભેટની વિશે જણાવવામાં આવ્યુ છે. મનુસ્મૃતિમાં આવી કુલ 3 વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યુ છે, કે જે રક્ષાબંધનના દિવસે બહેનોને આપવા પર પવિત્ર સંબંધને વધુ મજબૂત પણ બનાવે છે, તેમજ ભાઈ-બહેન બંનેનો ગ્રોથ પણ થાય છે.
સુંદર કપડાં
સુંદર કપડા એ મહિલાઓની પ્રથમ પસંદ હોય છે. તેમજ રક્ષાબંધન પર જો તેમને ભેટમાં એમની પસંદગીની વસ્તુ આપવામાં આવે તો તે ખુબ સારું રહેશે. સ્ત્રીઓને તો ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. ઘરની સ્ત્રીઓનું હંમેશા આદર કરતાં એમને સમય-સમય પર સારા વસ્ત્રો ઉપહારમાં આપવા એ ખુબ સારી વાત છે. એમાં મા લક્ષ્મી એમને બમણો ગ્રોથ પણ આપે છે.
આભુષણ
આજકાલ તો સ્ત્રીઓ સુંદર કપડાની સાથે મેચિંગ જ્વેલરી પહેરવાનું પણ વધુ પસંદ કરે છે. આપ રક્ષાબંધનનાં ઉત્સવ પર એમની પસંદગીની જ્વેલરી આપીને પણ એમને ખુશ કરી શકો છો. તમ ઈચ્છો તો જ્વેલરીની જગ્યાએ તમે એમને સોના તેમજ ચાંદીનાં સિક્કા પણ તેમને ભેટમાં આપી શકો છો.
મીઠા વચન…
સ્ત્રીઓઓની માટે સૌથી વધુ પસંદગીની વસ્તુ હોય છે, તેમનું માન-સન્માન તેમજ સ્વાભિમાન. રક્ષાબંધનનાં પ્રસંગે તેમને સન્માનની સાથે એમના માટે મીઠા બોલ બોલવા એ પણ કોઈ બહુમૂલ્ય ઉપહારથી ઓછુ નથી. આપણે ઘરની માતા, બહેન તેમજ પત્નીનું પણ અપમાન ક્યારેય કરવું જોઈએ નહી. મા લક્ષ્મી એવાં લોકોને બિલકુલ જ પસંદ કરતાં નથી, કે જે પોતાના ઘરની મહિલાઓની સાથે સતત ઝઘડા કરતા હોય તેમજ એમનું સન્માન પણ કરતાં ન હોય..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP