આંધળી ચાકણ એટલે શું ?
તસવીરોમાં દેખાતા આ સાપને ગુજરાતી તેમજ દેશી ભાષામાં આંધળી ચાકણનાં નામથી ઓળખવામાં આવે છે.કુલ ૨ મોઢા વાળી બમ્બોઈથી પણ ઓળખવામાં આવે છે. જેને અંગ્રેજીમાં ‘રેડ સેન્ડ બો’ નામથી ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં આવેલ ગીર ગઢડા જીલ્લામાંથી કુલ 3 આંધળી ચાકળ નામના સાપ સાથે વન વિભાગ દ્વારા સાપનાં કારોબારનો પર્દાફાશ કરી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ફક્ત 1 સાપની કિંમત બજારમાં કુલ 25 લાખ રૂપિયા હોવાનું બહાર આવ્યું હતું.. ગીરગઢડામાં આવેલ જંગલ વિસ્તારમાં આવેલ ઇટવાયા ગામમાં જસાધાર વન વિભાગ દ્વારા મળેલ માહિતીને આધારે એક શખ્સ પાસે કુલ 3 આંધળી ચાકણ નામના સાપ સાથે પકડી પાડવામાં આવ્યો છે.
વન વિભાગ ચોંકી ઉઠ્યું હતું કે, જ્યારે તેને આરોપીએ આ સાપની કિંમત જણાવી! આંધળી ચાકણ નામના આ 3 સાપની કિંમત બજારમાં કુલ 75 લાખ રૂપિયામાં વહેંચવાનું નક્કી કર્યું હતું એટલે કે, ફક્ત 1 સાપની કુલ 25 લાખ રૂપિયા રહેલી છે. હાલમાં વન વિભાગ દ્વારા આરોપી તથા ત્રણેય સાપને કબજે કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગે કરેલ પૂછપરછમાં આરોપીએ કહ્યું હતું કે, ફક્ત 1 સાપની કીમત 25 લાખ રૂપિયા છે. જેનો ઉપયોગ દવામાં તથા સેક્સ પાવર વધારવામાં કરવામાં આવે છે.
આટલુ જ નહીં, તાંત્રિક વિધિમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એની કિંમત કુલ 25 લાખ રૂપિયા છે. આની સાથે જ આરોપીએ કહ્યું\ હતું કે, ‘હું વચેટીયો છું. સુરતના હસું નામનાં વ્યક્તિને આ 3 સાપ આપવાના હતા તેમજ 75 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. ગીરગઢડામાં આવેલ ઇટવાયા ગામે પોતાના પિતાની સાથે કામ કરતા જગદીશ મનું વાડોદરિયાની વન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગને આશંકા રહેલી છે કે, એમાં ફક્ત સુરત જ નહીં પણ આ સમગ્ર ધંધો આંતર રાષ્ટ્રીય સ્તરે ચાલતો હોઈ શકે છે. કારણ કે, માત્ર 1 સાપની કિંમત કુલ 25 લાખ રૂપિય છે. હાલમાં આરોપી 6 દિવસના રિમાન્ડ પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle