વાળ પકડીને રસ્તા પર ઢસડી અને ત્યારબાદ છોકરી પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. આ અંગેનો વિડીયો(Video) પણ સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ છોકરીના વાળ પકડીને રસ્તા પર ઢસડે છે અને ત્યારબાદ તેની ઉપર હુમલો કરે છે. આ ઘટના છત્તીસગઢ(Chhattisgarh)ની રાજધાની રાયપુર(Raipur)થી સામે આવી છે.
This brute who is walking on the road after attacking the girl.I am more angry than seeing the dead people standing there.#Raipur, This spectacle continued for one & a half hours & the #Chhattisgarh police were sleeping? #हिन्दू_राष्ट्र_घोषित_करो #Boycott_UCC #HindusUnderAttack pic.twitter.com/xa0wip8Suk
— Sohini Sarkar FC (@SohiniSarka3) February 20, 2023
જો વાત કરવામાં આવે તો છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક વ્યક્તિએ સગીરાના ઘરમાં ઘુસીને તેની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ સગીરા પોતાનો જીવ બચાવવા માટે આમથી આમ ભાગે છે, પરંતુ તે વ્યક્તિ તેનો પીછો કરે છે અને રસ્તા પર તેના વાળ પકડીને ઢસડી ર્હ્યો૯ છે. આ દરમિયાન આરોપી દ્વારા તેની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કર્યો હતો. હાલમાં તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગુઢિયારી વિસ્તારની છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, તેમની દીકરી આરોપી ઓમકાર તિવારીના મસાલા કેન્દ્રમાં કામ કરતી હતી. તિવારીએ છોકરીની માતાને જણાવતા કહ્યું કે, મને તમારી પુત્રી આપો, હું તેને પત્ની બનાવીને રાખીશ. ત્યારે પરિવારના સભ્યોએ તેનો ઇનકાર કર્યો હતો. જેનાથી નારાજ ઓમકાર તિવારીએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, શનિવારના રોજ રાતે ઓમકાર તિવારી ધારદાર હથિયાર સાથે ઘરમાં ઘુસે છે. ત્યારબાદ પરિવારજનો સાથે ઝઘડે છે. સગીરાને મારે છે અને તેની ગરદન અને શરીરના અન્ય ભાગો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરે છે. લોહીલુહાણ સગીરા આમ તેમ બહાર ભાગવા લાગે છે અને તે રસ્તા પર પડી જાય છે. હુમલાખોર ફરીથી તેની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરે છે.
લોકો દ્વારા આ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે લોહીલુહાણ સગીરા રસ્તા પર પીડા સાથે પોતાને છોડી દેવાનું કહી રહી છે.
This is the same Omkar Tiwari who roamed for one and a half hours in Raipur, Chhattisgarh after thrashing the girl, now the police have taken her by her ear and made her roam around the whole city. pic.twitter.com/Ltg5S9mRUc
— ABS (@iShekhab) February 20, 2023
ગુઢિયારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એલેક્ઝાન્ડર કિરોના જણાવ્યા મુજબ, આરોપી ઓમકાર તિવારી એક છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો અને તે છોકરી સતત ના પાડી રહી હતી. આ મામલાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. અંતે આરોપીએ સગીરા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.