જાણો યુવતીને તેની ડેટ પર આ સવાલ પૂછવામાં આવે, તો તે તમારાથી ખુબ ઈમ્પ્રેશ થશે.

Published on: 3:08 pm, Tue, 21 May 19

જ્યારે તમે લગ્નની ઉંમરે પહોંચી જાવ છો ત્યારે તમે તમારા ભાવિ પતિને લઇને અનેક વાતોને સમજો છો અને ઇચ્છો છો ક્યારેક એવું પણ બને છે કે તમારા સપનાના રાજકુમારની કેટલીક વાતોને લઇને તમે મંદમંદ હસતા રહો છો અને એ ફિલિંગ તમને રોમાંચિત કરે છે. અહીં તમે થોડી સાવધાની સાથે આગળ વધો છો તો તમે એક સારા લાઇફ પાર્ટનર અરેન્જ મેરેજમાં પણ પસંદ કરી શકો છો. કોઇ અજાણી વ્યક્તિને મળવું અને લગ્નને માટે વાત કરવી તે એક યુવતીને માટે થોડું મુશ્કેલ હોઇ શકે છે. તેના માટે તમારે નર્વસ થવાની આવશ્યકતા નથી. તમે જો પહેલી મુલાકાતમાં ભાવિ પાર્ટનરને આવા કેટલાક ખાસ પ્રશ્નો પૂછી લો છો તો તમારું જીવન સરળ બની જાય છે. અહીં તમે સામેની વ્યક્તિને અરેન્જ મેરેજ પહેલાં આવી વાતોથી ઓળખી શકો છો.

તેના શોખ અને રસના વિષયો

તમારા માટે સારું રહેશે જો તમે તેમની લાઇફસ્ટાઇલ અને તેમની જીવનસાથી માટેની ઇચ્છાઓને જાણી લો છો. અહીં તમે તેમને સીધો સવાલ કરો છો તો તેઓ થોડી મુશ્કેલી અનુભવી શકે છે, તમે વાતને વધારવાની સાથે થોડી વારમાં પ્રશ્નો પર આવી જાઓ તે યોગ્ય છે. અહીં તમે તેના શોખ અને સાથે પસંદ નાપસંદને લગતા પ્રશ્નો કરી શકો છો, તમે તેની લાઇફસ્ટાઇલને પણ જાણી શકો છો અને સમજી શકો છો કે તે કેવી પાર્ટનર ઇચ્છે છે.

જો તમે જોબ કરો છો અને સારી પોઝિશન પર કામ કરી રહ્યા છો તો શક્ય છે કે તમે તેને છોડવાની ઇચ્છા રાખશો નહીં. જો તમે કોઇ નેરો માઇન્ડેડ ફેમિલિમાં લગ્ન કરો છો તો શક્ય છે કે તેઓ લગ્ન બાદ તમારું નોકરી કરવું પસંદ ન કરે. અહીં ક્લેશ અને કંકાસ સર્જાય છે. અનેક પુરુષો પોતાની પત્નીને તેની કરિયરમાં મદદ કરતા જોવા મળે છે. તમે જે વાતો ઇચ્છો છો તેમાં તેઓ કેટલા પોઝિટિવ છે તે જાણી લો. જ્યારે તમે લગ્ન માટે હા કહો છો ત્યારે અનેકવાર વિચારી લો તે આવશ્યક છે.

લગ્ન બાદ દરેક વ્યક્તિ પર આર્થિક અને સામાજિક જવાબદારીઓ વધે છે. અહીં તમને એ ચીજોનો ખ્યાલ રહેવો જોઇએ કે તેઓ જવાબદારી ઉઠાવવાને માટે કેટલા તૈયાર રહે છે. તમે તેમને તેમના કરિયર ગોલ્સને વિશે ખુલીને પૂછી શકો છો. અહીં તેમની મહાત્વાકાંક્ષા તમારા ભવિષ્યને અસર કરે છે. માટે તમે તેમની ઇચ્છાઓને જાણી લો તે આવશ્યક છે.

શક્ય છે કે તમે તમારી લાઇફમાં ચલતા હૈની આદતથી ટેવાયેલા હોય અને તેઓ નિયમોથી ચાલનારા હોય. જો આવું હશે તો તમે તમારી લાઇફને સારી રીતે મેનેજ કરી શકશો નહીં. તમે દરેક સમયે તેમની આશાઓને પૂરી કરી શકતા નથી. સારી વાત તો એ છે કે તમે પહેલી ડેટમાં જ આ વિશે પાર્ટનરની સાથે વાત કરી લો અને તેમની તમારા માટેની આશાઓને સમજી લો. ખાસ કરીને તેમના પરિવારમાં તમારો રોલ શું છે તે જાણવાની કોશિશ કરો. આ વાતોથી તમે અંદાજ લગાવી શકો છો કે તમે જે પરિવારમાં જવાનું વિચારી રહ્યા છો તે સંકુચિત છે કે ખુલ્લા વિચારો ધરાવે છે.

ભાવનાત્મકતાની સાથે દરેક છોકરી પોતાના પેરન્ટ્સની આર્થિક મદદ કરવાની પણ ઇચ્છા રાખે છે, આ સમયે જો તે કમાતી હોય તો તે વાત તેના માટે મહત્વની બને છે. આ સમયે તે જીવનસાથીમાં સાથની સાથે તેની ભાવના અને સમજની આશા પણ રાખે છે. ધ્યાન રાખો કે છોકરી પોતાના પેરન્ટ્સની ઇજ્જત કરે છે અને લગ્ન બાદ પણ તેમની જવાબદારીની ઇચ્છા રાખે છે. અહીં આવશ્યક છે કે તમે આ દરેક વાતની સ્પષ્ટતા પહેલેથી જ કરી લો.

જો તમે થોડા નહીં પણ વધારે નાસ્તિક છો તો તમારે આ વાતને ખાસ જાણી લેવી કે સામેના ઘરના સભ્યો ધર્મ અને તેને રીલેટેડ વાતોમાં કેટલો રસ રાખે છે. જો તમે વિરુદ્ધ પરિસ્થિતિના પરિવારમાં જોડાઓ છો તો તમારે તમારી આદતોની સ્પષ્ટતા પહેલેથી કરી લેવી જોઇએ. આ નાની વાતોની સ્પષ્ટતા તમને આગળ જઇને શાંતિ અને રીલેક્સ ફીલ કરાવે છે. તેનાથી તમારા સંબંધો વધારે મજબૂત બને છે.

આજની લાઇફમાં તમે ક્યાં રહેશો તે તમારા કરતાં વધારે તમારી નોકરી પર આધાર રાખે છે. આવશ્યક છે કે તમે પાર્ટનરની જોબની આવશ્યકતાને જાણી લો અને સાથે જ તમે તેની પ્રાથમિકતાને પહેલેથી સમજો. અનેક વાર એમ બને છે કે છોકરાઓ પોતાના પેરન્ટ્સથી દૂર અન્ય શહેરમાં હોય અને લગ્નના થોડા સમય બાદ તેઓ પેરન્ટ્સની સાથે શિફ્ટ થાય, અથવા તો તેઓ જ્યાં રહે છે ત્યાં પેરન્ટ્સને લઇ આવે. આ માટે પહેલાં નક્કી કરી લો કે પતિની સાથે તમે ગમે ત્યાં શિફ્ટ થવા ઇચ્છો છો કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "જાણો યુવતીને તેની ડેટ પર આ સવાલ પૂછવામાં આવે, તો તે તમારાથી ખુબ ઈમ્પ્રેશ થશે."

Leave a comment

Your email address will not be published.


*