એવું તો શું થયું કે યુવતી સ્વિમિંગ પુલમાં કુદી અને ખુલી ગઈ પોલ, વિડીયો જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલાએ સ્વિમિંગ પુલમાં કૂદકો માર્યો હતો, પરંતુ આ દરમિયાન તેના માથા પરના નકલી વાળ ઉતરી ગયા અને તેની પોલ ખુલી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ રમુજી ક્ષણ તેના મિત્રોએ તેમના કેમેરામાં કેદ કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, જ્યોર્જિયામાં મિત્રોનું એક જૂથ નજીકના સ્વિમિંગ પુલમાં નહાવા ગયા ત્યારે આ રમુજી ઘટના બની હતી.

લોકોને પોતાની તરફ આકર્ષતી આ ઘટનાના વીડિયોમાં મહિલા ડાઇવિંગ બોર્ડ પર ઉભી રહીને પૂલમાં કૂદવાની તૈયારી કરી રહી છે. તે પુલમાં કૂદકો લગાવતી વખતે, તેના નકલી વાળ માથા પરથી નીચે પડી જાય છે અને નકલી વાળ ડાઇવિંગ બોર્ડ પર પડે છે. Hold My Beer નામના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘તે તેના વાળ ભીના કરવા માંગતી ન હતી.’

વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સનું મનોરંજન કર્યું અને ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. એટલું જ નહીં, આ વીડિયો યુઝર્સ દ્વારા 1800 થી વધુ વખત શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો વાયરલ થત્તા જ લોકો ખુબ જ આનંદ લઇ રહ્યા છે. વિડીયો જોઇને તને પણ ખુબ જ મજા આવી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *