ઉત્તર પ્રદેશના લખીમપુર (Lakhimpur, Uttar Pradesh) જિલ્લામાં શેરડીના ખેતરમાં એક છોકરીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે યુવતીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી તો તેની મોટી બહેન થોડી ડરી ગયેલી દેખાતી હતી. આ અંગે પોલીસે તેની પણ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસને ખબર પડી કે મોટી બહેને તેના પ્રેમીઓ સાથે મળીને નાની બહેન પર સામૂહિક દુષ્કર્મ કરાવ્યું હતું.
લખીમપુર ખેરી જિલ્લાના એસપી સંજીવ સુમને કહ્યું, ‘મોટી બહેનના તેના જ ગામમાં રહેતા લગભગ 4-5 છોકરાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેના વિશે નાની બહેન દરરોજ તેનો વિરોધ કરતી હતી. મોટી બહેને કાયમ માટે ચુપ કરાવવા માટે આ કાવતરું ઘડ્યું અને તેણે નાની બહેનને ખેતરમાં બોલાવી.
પોલીસે વધુમાં જણાવ્યું કે, ‘ઘટના સ્થળે હાજર ચાર પ્રેમીઓએ પહેલા યુવતી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. યુવતી રાજી ન થતાં તેની મોટી બહેને તેની નાની બહેનનો એક હાથ અને તેના બીજા સાથીએ બીજો હાથ પકડી રાખ્યો હતો. ત્યારબાદ બહેને ચાર પ્રેમીઓ સાથે મળીને તેની બહેન પર સામૂહિક દુષ્કર્મ આચર્યું.
એસપી સંજીવ સુમને જણાવ્યું કે, તે પછી નાની બહેનનું દુપટ્ટાથી ગળું દબાવીને તેની હત્યા કરી. આ સમગ્ર કેસમાં એક પણ આરોપી પાસે મોબાઈલ ફોન નથી. પોલીસે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મોટી સહીત ચાર આરોપીઓ દુષ્કર્મ આચરતા હતા અને બાકીના ત્રણ આરોપીઓ કોઈ આવે નહિ તેનું ધ્યાન રખાતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.