ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ(First woman Chief Secretary) ડો. મંજુલા સુબ્રમણયમ(Dr. Manjula Subramaniam)નું નિધન થયું છે. વડોદરા ખાતે ગઈકાલે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.…

ગુજરાત(Gujarat): રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ(First woman Chief Secretary) ડો. મંજુલા સુબ્રમણયમ(Dr. Manjula Subramaniam)નું નિધન થયું છે. વડોદરા ખાતે ગઈકાલે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે, ડો. મંજુલા સુબ્રમણ્યમ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. ત્યારે PM નરેન્દ્ર મોદી(Narendra Modi) અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે(Bhupendra Patel) તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

અમે તમને જણાવી દઈએ કે, મંજુલા સુબ્રમણ્યમ 1972 ની બેચના IAS અધિકારી હતા. 2008 માં નિવૃત્ત થયા પછી તેઓએ અનેક હોદ્દા ઉપર ફરજ બજાવી હતી. ત્યારે મંજુલા સુબ્રમણ્યમના નિધનથી IAS બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

મહત્વનું છે કે, ડો. મંજુલા સુબ્રમણ્યમનો ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર, 2002 થી 30 સપ્ટેમ્બર, 2008 સુધીનો રહ્યો હતો. જો કે તેઓ રિટાયર્ટમેન્ટ પછી તેઓની સ્વચ્છ છબીને જોતા સરકાર દ્વારા તેમને વિજિલન્સ કમિશ્નર બનાવવામાં આવ્યા હતા. તેઓ નિવૃતી પછી પણ અનેક મહત્વના પદ પર રહ્યા હતા.

આટલું જ નહી પરંતુ, સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પણ તેઓનું ખુબ જ મહત્વનું યોગદાન હતું. આ ઉપરાંત તેઓ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની (GIPCL) માં પણ તેઓ ડાયરેક્ટર રહી ચુક્યા હતા અને તેઓએ આ પદ પરથી પોતાના સ્વાસ્થયની સમસ્યાઓના કારણે રાજીનામું ધરી દીધું હતું.

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમના નિધન પર ટ્વીટ કર્યું હતું. તેમણે શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, ડૉ. મંજુલા સુબ્રમણ્યમ જીના નિધનથી દુઃખી છે. નીતિ સંબંધિત મુદ્દાઓ અંગે તેમની સમજણ અને કાર્યલક્ષી અભિગમને કારણે તેઓને ચો તરફ માન મળ્યું છે. વધુમાં કહ્યું હતું કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ.

CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો:
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. રાજ્યની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન અત્યંત પ્રશંસનીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *