ગુજરાતમાં ગુરુ-શિષ્યના સબંધને શરમાવતી વધુ એક ઘટના ગુજરાતના ભાવનગર જીલ્લા માંથી સામે આવી છે. ભાવનગરના પાલિતાણામાં રહેતી એક 16 વર્ષની યુવતીએ એક મહિના પહેલાં આપઘાત કર્યો હતો. 1 માસ બાદ આ યુવતીની સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ મળેલી સ્યુસાઈડ નોટમાં એક ચોંકાવનારો ખુલાસો કરતાં યુવતીએ લખ્યું છે કે, શાળાનો આચાર્ય મારી પાસે બિભત્સ માગણી કરતો હતો અને મને માનસિક રીતે પરેશાન કરતો હતો.
યુવતીના ઘરેથી મળેલ આ સ્યુસાઈટ નોટમાં પાલીતાણાની સીએમ વિદ્યાલયના આચાર્ય તરીકે ફરજ બજાવતા ઘનશ્યામસિંહ રાઠોડ બિભત્સ માગણી કરતો હતો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, મને કલાસમાં એકલી બોલાવીને મારા શરીર ઉપર ખરાબ રીતે હાથ ફેરવતો હતો.
આ ઉપરાંત યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, તે મને રાત્રે તેના ઘરે આવવા માટે કહેતો હતો. જો હું તેના ઘરે જવાની ના પાડું તો તે મારા માતાપિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. જેના કારણે મે આવો આત્મહત્યાનો નિર્ણય લીધો છે. માતા પિતા હું તમને ખુબ જ યાદ કરીશ.
આચાર્યની અવારનવાર બિભત્સ માગણીને કારણે યુવતી હેરાન પરેશાન થઈ ગઈ હતી. આચાર્યની હેરાનગતિથી યુવતી માનસિક રીતે તૂટી ગઈ હતી. અને યુવતીએ અંતે પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કરી આપઘાત કરી લીધો હતો. યુવતીની સ્યુસાઈડ નોટ મળતાં આ મામલે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આચાર્ય ઘનશ્યામસિંહ રાઠોડ સામે એટ્રોસિટી અને 306 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news