અમેરિકાની ધરતી પર કચ્છી કોયલ ગીતાબેન રબારીની ધૂમ, યુક્રેનની મદદ માટે કરોડોના ડોલર ઉડ્યા- જુઓ વિડીયો

અમેરિકા(America)માં લોક ગાયિકા ગીતા રબારી(Gita Rabari)ના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ જોવા મળ્યો હતો. શનિવારના રોજ રાત્રે નાઇટ શો ડલ્લાસ, ટેકસાસ અને હ્યુસ્ટનમાં રવિવારનો રાત્રી શો હતો. ગુજરાતી લેઉવા પટેલ(Gujarati Leuva Patel) સમાજ દ્વારા સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખી લોકડાયરાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આપણે સૌ જાણીએ છીએ કે રશિયા અને યુક્રેન(Ukraine) વચ્ચે કેટલાય દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે અનેક લોકો ઘરવિહોણા થઈ ગયા છે, ધંધા રોજગાર પણ ભાંગી પડ્યા છે. રોજીંદુ કમાતા લોકોની સ્થિતિ અત્યંત કફોડી બની રહી છે. જેને ધ્યાને લઇ યોજવામાં આવેલા આ લોકડાયરામાં સવાર બે કરોડ રૂપિયા એકઠા થયા હતા.

અમેરિકાના ડલાસ સિટીમાં ભજન સંગીત અને સંતવાણી સાથે લોક ડાયરા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં ગુજરાતી સમાજના લોકો સાથે અમેરિકામાં વસતા લોકો એ પણ ઉત્સાહપૂર્વક ભજન લોકગીતને માંણીને ઝુમી ઉઠયા હતા. આ ડાયરાના કાર્યક્રમમાં લોકોએ ડોલર તેમજ વરસાદ ગીતાબેનના ગીતો પર કરી સવા બે કરોડ જેટલા રૂપિયા યુક્રેન યુદ્ધમાં બેહાલ થયેલ લોકોની મદદ માટે એકઠા થયા હતા.

આ સેવાકીય કાર્યક્રમ વિશે ગીતાબેન તેમજ ભાવનાબેને જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈપણ સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે તો ચોક્કસ પણે સિદ્ધ થાય છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ અમેરીકામાં વસતા ગુજરાતી સમાજે આપ્યું છે.

સહયોગ સ્વરૂપે સમાજ તરફથી બે કરોડથી વધુની રકમ આ કાર્યક્રમમાં એકઠી થયેલ છે. આ સેવાકીય કાર્યક્રમની સફળતા માટે દેશ-વિદેશથી ગીતાબેન રબારી, ભાવનાબેન મોદી, ચંદ્રકાંત પટેલ અને ઝેન પટેલને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *