હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. ગલવાન ઘાટીમાં થયેલ હિંસક ઝપાઝપીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબૂ સહિત જવાનોને વીરતા પુરસ્કાર આપવા માટે ભલામણ કરવામાં આવી છે. સેનાએ ગણતંત્ર દિવસ એટલે કે, 26 જાન્યુઆરી નિમિતે શહીદોને યુદ્ધ વખતે આપવામાં આવતા ચક્ર સિરીઝના એવોર્ડથી સન્માનિત કરવા માટેની ભલામણ કરવામાં આવી છે.
યુદ્ધ કાળમાં આપવામાં આવતા ચક્ર સિરીઝના પુરસ્કારોમાં પરમવીર ચક્ર, મહાવીર ચક્ર તથા વીર ચક્રનો સમાવેશ કરવામાં આવે છે. તે સેનાના સૌથી ઉચ્ચ પુરસ્કાર છે. શાંતિકાળમાં ઓપરેશન વખતે શહીદ થયેલા સૈનિકોને અશોક ચક્ર, કીર્તિ ચક્ર તથા શૌર્ય ચક્ર જેવા સન્માન આપવામાં આવે છે.
ગલવાનમાં ગયા વર્ષે હિંસક અથડામણ થઈ હતી :
ગલવાનમાં ગયા સપ્તાહઅમ એટલે કે, 15-16 જૂનના રોજ ભારતીય સૈનિકોની લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ચીનના સૈનિકો સાથે લડાઈ થઈ હતી. જેમાં ભારતીય સેનાના 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત 20 જવાન શહીદ થયા હતા. અમેરિકાની ઈન્ટેલિજન્સના અહેવાલ મુજબ ચીનના પણ કુલ 35 સૈનિક જેટલા માર્યા ગયા હતા.
શહીદોની યાદીમાં પોસ્ટ તૈયાર કરવામાં આવી :
ઈન્ડિયન આર્મી દ્વારા ગલવાનમાં શહીદોના નામથી એક પોસ્ટ બનાવવામાં આવી છે. જ્યારે સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ શહીદોના નામ નેશનલ વોર મેમોરિયલમાં નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગલવાનની ઘટના પછી બન્ને દેશની વચ્ચે તણાવની પરિસ્થિતિમાં વધારો થઈ ગયો હતો. બન્ને દેશોએ ઈસ્ટર્ન લદ્દામાં LAC પર કુલ 50,000 સૈનિકો ગોઠવ્યા હતા. અનેક તબક્કાની ચર્ચા પછી સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરવાં અંગે સહમતી થઈ હતી.
જવાનોની વીરતાથી ચીનને મોટું નુકસાન થયું :
15-16 જૂનની રાત્રે પેટ્રોલિંગ વખતે લોખંડના રોડથી સજ્જ ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. પેટ્રોલ પોઇન્ટ-14 નજીક બન્ને દેશના સૈનિકોની વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. આ ઘટના સમયે ચીન તરફથી અંદાજે 800 સૈનિક એકત્ર થઈ ગયા હતા. જ્યારે ભારતીય સૈનિકોની સંખ્યા ખુબ ઓછી હતી.
રાત્રીના અંધારામાં ચીનના સૈનિકોએ પથ્થર, લાકડીઓ તથા લોખંડના રોડથી હુમલો કરતા હતા. ભારતીય જવાનોએ પણ કર્નલ સંતોષ બાબુના વડપણમાં હુમલાનો ઉત્તર આપ્યો હતો. જેને કારણે ચીનના સૈનિકોમાં દોડધામ મચી ગઈ હતી તેમજ રાત્રીના અંધારામાં અનેક સૈનિક શિખરો પરથી ગલવાન નદીમાં પડ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle