ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનોએ પણ કહ્યું: અમારી દીકરીને પણ હૈદરાબાદ જેવો ન્યાય આપો

ઉન્નાવ રેપ કેસની પીડિતા હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે. પીડિતાને દિલ્હી સ્થિત સફદરગંજ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. હોસ્પિટલના સુત્રોએ મીડિયાને જણાવ્યું…

ઉન્નાવ રેપ કેસની પીડિતા હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે. પીડિતાને દિલ્હી સ્થિત સફદરગંજ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. હોસ્પિટલના સુત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ પીડિતાની સ્થિતિ ખુબ જ ગંભીર છે અને તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી છે. એવા અહેવાલો છે કે, પરિસ્થિતિ એટલી કથળી ગઇ છે કે ગમે ત્યારે તેનું મૃત્યુ પણ થઇ શકે છે.

દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં મૃત્યુ સામે લડી રહેલ ઉન્નાવ રેપની પીડિતાને સતત ધમકીઓ મળી રહી છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે, ઘણીબધી વખત પરિવારને ધમકી આપવામાં આવી છે. બિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં પ્રધાનના પ્રભાવના કારણે ફરિયાદ નોંધવામાં આવતી નથી. એસએસપીને ફરિયાદ કરવા છતાં કોઇ પરિણામ મળ્યું નથી. તો હૈદરાબાદમાં રેપના આરોપીઓને એન્કાઉન્ટરમાં ઢાળી દેવાથી ઉન્નાવ પીડિતાનો પરિવાર ખુશ છે, અને હવે તેઓ પણ માંગણી કરી રહ્યા છે કે, આવો જ ન્યાય તેમની દીકરીને પણ મળવો જોઇએ.

“પરિવારજનોએ કહ્યું, જેવો ન્યાય હૈદરાબાદની દીકરીને મળ્યો, તેવો જ ન્યાય અમારે પણ જોઇએ છે. જેવું અમારી દીકરી સાથે કરવામાં આવ્યું હતું, તેવું જ હૈદરાબાદની દીકરી સાથે થયું છે. હૈદરાબાદની ઘટનાથી સમગ્ર દેશને એક સારી શીખ મળશે. આ જ પછીથી લોકો આવાં કામ કરતાં ડરશે.”

પીડિતાના પરિવારે ઉન્નાવ પોલીસ પર ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે કહ્યું, “પોલીસ સ્ટેશનમાં જે અમારી વાત સાંભળવામાં આવી હોત તો, કદાચ હેદરાબાદની દીકરીની આજે આવી હાલત ન હોત.” પીડિતાના શુક્લાગંજના રહેવાસી કાકાને આરોપીના સંબંધીઓ ધમકી આપી રહ્યા છે. પીડિતાની ભાભીએ આરોપ મૂક્યો છે કે, ગુરૂવારે સાંજે અને શુક્રવારે સવારે આરોપી શિવમના સંબંધીઓએ ઘરે આવીને ધમકી આપી ગયા હતા.

કદાચ 90 ટકા કરતાં પણ વધારે બળી ચૂકેલ પીડિતાની હાલત ખૂબજ ગંભીર છે. લખનૌ સવિલ હોસ્પિટલના ડૉક્ટરોની રાય બાદ વહિવટી તંત્રએ તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરી છે. સિવિલ હોસ્પિટલના નિર્દેશક ડૉ. ડીએસ નેગીના જણાવ્યા અનુસાર, પીડિતા 90 ટકા દાઝી ગઈ હોવાથી તેની હાલત ખુબ જ ગંભીર છે.

તો બીજી તરફ, ઘટના બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે યૂપીના ડીજીપી ઓ.પી. સિંહ પાસેથી આ બાબતે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. જેમાં પીડિતાનો કેસ દાખલ કરવાની તારીખથી અત્યાર સુધીની કાર્યવાહીની બધી જ માહિતી માંગી છે. સાથે-સાથે એમ પણ પૂછવામાં આવ્યું છે કે, દુષ્કર્મ પીડિતાને સુરક્ષા ન આપવા બદલ કયા ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવી છે.

મહિલા આયોગે ડીજીપી પાસે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર છેલ્લાં 3 વર્ષમાં કરવામાં આવેલા જઘન્ય અપરાધો અને તેમાં આરોપીઓને આપવામાં આવેલ જમાનતોનો રિપોર્ટ પણ માંગ્યો છે. હવે અમારી પણ ઇચ્છા છે કે, અમારી દીકરીને પણ હૈદરાબાદ જેવો ન્યાય મળવો જોઈએ.

ઉન્નાવ રેપ કેસમાં અત્યાર સુધીનો ઘટનાક્રમ:

4 જૂન 2017 : પીડિતાએ ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો.

11 જૂન 2017 : પીડિતા લાપતા થયાં અને પોલીસમાં એની ફરિયાદ

22 જૂન 2017 : પીડિતાને અદાલતમાં રજૂ કરાયાં, નિવેદન લેવાયું

04 એપ્રિલ 2018 : પીડિતાનાં પિતાની આર્મ્સ ઍક્ટ હેઠળ ધરપકડ

09 એપ્રિલ 2018 : પીડિતાનાં પિતાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ

11 એપ્રિલ 2018 : યૂપી સરકારે કેસ સીબીઆઈને સોંપ્યોં

13 એપ્રિલ 2018 : ધારાસભ્યની ધરપકડ, સીબીઆઈની પૂછપરછ

11 જુલાઈ 2019 : પીડિતા અને વકીલની કારને અકસ્માત, બેનાં મૃત્યુ, સ્થિતિ ગંભીર

31 જુલાઈ 2019 : સીબીઆઈને તપાસનો આદેશ

1 ઑગસ્ટ 2019 : સુપ્રીમનો આદેશ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર

2 ઑગસ્ટ 2019 : જેલમાં બંધ પીડિતાના કાકાને સુરક્ષા કારણસર તિહાર ખસેડવાનો સુપ્રીમનો આદેશ

5 ઑગસ્ટ 2019 : પીડિતાને નવી દિલ્હી ઍઇમ્સમાં ખસેડાયાં

09 ઑગસ્ટ 2019 : કુલદીપ સેંગર સામે ચાર્જશીટ ફાઇલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *