મહિલાઓ ને જાગૃત કરવા ઘણા દેશમાં આંદોલન કરવામાં આવે છે અને મહિલાઓ ને પોતાના પોતાના બળ પર ઉભા રેહવા જાગૃત કરવામાં આવે છે.આપણા ભારત દેશમાં મહિલાઓને વિવિધ રીતે જાગૃત કરવામાં આવે છે.મહિલાઓ માં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.મહિલાઓ અને દીકરીઓ માટે જાગૃતિ લાવવા સરકારે પણ ઘણા પ્રયાસ કર્યા છે.મહિલાઓ માં જાગૃતિ આવી જાય તો મહિલાઓ પુરુષોથી વધારે આગળ વધી શકે. મહિલાઓ આજકાલ દરેક બાબતે પુરોશોથી આગળ છે અને આગળ અવનો ઘણો પ્રયત્ન પણ કરે છે.ભારત સરકારે મહિલા સશક્તિકરણ પણ શરુ કરી છે.મહિલાને પોતાના પગ પર ઉભા રેહવા માટે પ્રેરણા અપવામાં આવે છે.
મહિલાઓને વિવિધ રીતે જાગૃત્ત કરવા ઘણા લોકો કાર્ય કરતા હોય છે. ત્યારે શહેરના 42 વર્ષની ઉંમર ધરાવતા દુરૈયા તપિયા હંમેશા કંઈક અલગ રીતે મહિલાઓમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરતા રહે છે. દુરૈયા તપિયા સામાજિક કાર્યકર સાથે બાઈક રાઈડર અને ટ્રક રાઈડર પણ છે. બાઈક પર તેઓ મહિલા સશક્તિકરણ માટે ઘણી બધી જગ્યાએ રાઈડ કરી ચુક્યા છે. તેમજ સ્વચ્છ ભારત, સશક્ત નારી, આત્મનિર્ભર ભારતનો સંદેશ ભારતના વિવિધ ગામડાઓની મહિલાઓ સુધી પહોંચાડવા તેમણે ટ્રક રાઈડ પણ કરી છે. જેના માટે દુરૈયા તપિયાને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. ઘણી ઓછી મહિલાઓ છે જે ટ્રક ચલાવે છે જેમાંના 1 સુરતના દુરૈયા તપિયા છે.
ભાસ્કર સાથેની વાતચીતમાં દુરૈયાએ જણાવતા કહ્યું કે, ‘હું નાનપણથી જ બાઈક ચલાવતી હતી. એ પછી 2015થી 1 એનજીઓ સાથે જોડાઈને વિવિધ જગ્યાએ મહિલાઓને કંઈક અલગ જ સંદેશ પહોંચાડવા માટે બાઈક રાઈડ શરૂ કરી. પોતાના શહેરમાં બાઈક ચલાવવું અને અન્ય દેશોમાં બાઈક ચલાવવું સેહલું નથી. દરેક દેશોના નિયમ પ્રમાણે બાઈકરાઈડ કરવામાં ઘણી બાધાઓ આવે છે. દુરૈયા એ જણાવ્યું કે મેં દરેક ઋતુમાં બાઈક ચલાવી છે. પરંતુ આ રીતે મને બાઈક ચલાવતી જોઇને અન્ય મહિલાઓએ પણ પોતાના સપના પૂર્ણ કરવા સક્ષમ બને હંમેશા મારા એવા પ્રયત્નો રહે કે ,જયાં પણ હું જાઉં ત્યાં મહિલાઓને પોતાના સપના સાકાર કરવા માટે પ્રેરણા આપું અને દિકરીઓને પણ બોજ ન માની તેમને સારો અભ્યાસ આપવો જોઈએ એ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
દુરૈયાએ 2019માં જણાવ્યું કે,મને 36 કલાકમાં 2500 કિમીની રાઈડ કરવા બદલ એલડીઆરલોંગ ડીસ્ટન્સ રાઈડર્સ નું સર્ટિફિકેટ મળ્યું હતું. અને એલડીઆર સર્ટિફિકેટ મેળવનાર ભારતની બીજી મહિલા બની હતી. સામાન્ય રીતે પુરુષો જ ટ્રક ચલાવે છે. તેથી મારા ટ્રક ચલાવવું સેહાલું ન હતું. ટ્રક ચલાવવા માટે મેં 4 મહિના સુધી હાઈવે અને ઘાટ પર જઈ રોજ 4 થી 5 કલાકની પ્રેકટીસ કરી હતી. મેં મહિલા સશક્તિકરણ માટેના દરેક કાર્ય મારા લગ્ન પછી જ શરૂ કર્યા છે.