જો તમે પણ ચમકતો ચહેરો મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આપણે જોઈએ છીએ કે તડકા, ધૂળ અને પ્રદૂષણને કારણે ત્વચા તેની મૂળ ચમક ગુમાવે છે. ત્વચાની ચમક ગુમાવવાથી સુંદરતા પણ ક્યાંક ખોવાઈ જાય છે. આ પોતે ખૂબ જ પીડાદાયક બાબત છે.
કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ચહેરા પર લગાવવાથી ગ્લો પાછો આવે છે. આ માટે તમારે રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
શિયાળામાં ત્વચાની સમસ્યાઓ
શિયાળાની ઋતુ તમારી ત્વચાને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. કારણ કે ઠંડા તાપમાન અને હવાના કારણે ત્વચામાં ભેજ ઓછો થવાથી ત્વચા શુષ્ક બની જાય છે. જેથી ચહેરા પર શુષ્કતા સ્પષ્ટ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં સુંદરતા જાળવવા માટે ત્વચાની નિયમિત સફાઇ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ જરૂરી છે.
ગ્લો પાછો લાવવા માટે આ 3 વસ્તુઓ ચહેરા પર લગાવો.
1. હળદરવાળું દૂધ લગાવો.
સૌથી પહેલા તમારે એક ચમચી કાચા દૂધમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરવાનો છે. હવે તેને તમારા ચહેરા પર લગાવવા માટે કોટન કાપડનો ઉપયોગ કરો. ત્યાર પછી તેને ટોનર તરીકે લગાવો.
રાત્રે સૂતા પહેલા તેને સંપૂર્ણપણે સુકાવા દો.
ફાયદા: હળદરમાં એન્ટી-માઈક્રોબાયલ ગુણ હોય છે, જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. તે ખીલને દુર કરવામાં મદદરૂપ છે.
2. કાકડી
સૌથી પહેલા અડધી કાકડીનો રસ કાઢી લો અને ત્યાર બાદ તેને એક કોટનના કાપડની મદદથી ચહેરા પર લગાવો.
ફાયદા: કાકડી એક એવી વસ્તુ છે, જે ફક્ત તમારા શરીર માટે જ નહીં પરંતુ તે તમારી ત્વચા માટે પણ સુપરફૂડ માનવામાં આવે છે. કાકડીનો રસ ત્વચા પર ઠંડકની અસર કરે છે. તે માત્ર ત્વચાના પાણીના સ્તરને વધારે નથી, પરંતુ બળતરા પણ ઘટાડે છે.
3. એલોવેરા જેલ
એક બાઉલમાં એલોવેરા જેલ લો અને તેને તમારા ચહેરા પર લગાવો. ત્યાર બાદ 1 થી 2 મિનિટ સારી રીતે મસાજ કરો, જેથી તમારા ચહેરાનું રક્ત પરિભ્રમણ સારું બને.
ફાયદો: જે લોકો કોઈપણ ક્રીમને સૂટ નથી થતી તે લોકોએ એલોવેરા ક્રીમનો ઉપયોગ કરી શકે છે. એલોવેરામાં વિટામિન અને ફોલિક એસિડ હોય છે જે તમારા ચહેરાને નવી સુંદરતા આપવાનું કામ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.