કેસરિયો લહેરાયો: સરકાર બદલ્યા બાદ પહેલી જ પરીક્ષામાં ભાજપ ફૂલ માર્ક સાથે પાસ, કોંગ્રેસના હાલ બેહાલ, AAPનું સુરસુરિયું

ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)એ વધુ એક મહાનગરપાલિકામાં જોરદાર પ્રદર્શન કરી બતાવ્યું છે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનાં પરિણામો(Gandhinagar Municipal Corporation Election)માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે અને ઠેર ઠેર ઉજવણી પણ શરુ થઇ ગઈ છે. ગાંધીનગરની મહાનગરપાલિકામાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી બહુમતી મળી છે. ત્યારે આ જીતનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટીલ(CR Patil) અને સીએમ ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને ફાળે જઈ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં જ્યાં હવે જ્યાં ભાજપની સત્તા રહેશે. ત્યારે કમલમ ખાતે મોટા પાયે વિજયોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં થોડા દિવસ પહેલા જ સરકારના મંત્રીઓને બદલવામાં આવ્યા છે. રૂપાણી સહિત આખી કેબિનેટનું રાજીનામું લઈ લેવામાં આવ્યું અને આખી નવી સરકાર તથા નવા મંત્રીઓ નવા મુખ્યમંત્રી સાથે નવી સરકાર બનવવામાં આવી છે. નવા મુખ્યમંત્રી બનાવ્યા બાદ ગાંધીનગરની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પહેલી પરીક્ષા હતી અને આ પરીક્ષામાં ભારતીય જનતા પાર્ટી ફૂલ માર્કસ સાથે પાસ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં કેસરિયો લહેરાઈ રહ્યો છે.

ગાંધીનગરની ચુંટણીમાં ફરીવાર સી.આર. પાટીલની રણનીતિ કામે લાગી હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ખૂબ જોર લગાવ્યું હતું અને સાથે સાથે પોતાનું શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા સભાઓ કરીને અને સાથે અન્ય દેખાવો કરીને જીતના ખૂબ મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસનાં પણ સૂપડા સાફ થઈ ગયા છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. જે મહાનગરપાલિકામાં 2011માં કોંગ્રેસ જીતી અને 2016માં પણ સારી બેઠકો મેળવી તે જ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટી હવે માત્ર એક જ બેઠક જીતી શકી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના ચુંટણી પરિણામમાં 11 વોર્ડની 44 બેઠકોના 162 ઉમેદવારોનું ભાવી આજે નક્કી થવા જઈ રહ્યું છે. આ વખતે આમ આદમી પાર્ટી(AAP)માં પણ ચૂંટણીના આ મહાસંગ્રામમાં જોડાઈ છે. જો કે, અત્યાર સુધી સામે આવેલા પરિણામોમાં ભાજપની પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે અને અનેક જગ્યાએ વિજયોત્સવ પણ શરુ કરી દીધો છે. અત્યાર સુધીમાં જીત હાંસલ કરેલ ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે:

ગાંધીનગર વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવાર અંજનાબેન મહેતા, નટવરજી ઠાકોર, રાકેશ પટેલ અને મીનાબેન મકવાણાએ પોતાની બેઠક પર જીત મેળવી છે. વોર્ડ નંબર 3 માં સોનાલી પટેલ(ભાજપ), અંકિત બારોટ (કોંગ્રેસ), દિપીકા સોલંકી(ભાજપ), ભરત ગોહિલ(ભાજપ)નો વિજય થયો છે. વોર્ડ નંબર 5 માં હેમાબેન ભટ્ટ(ભાજપ), પદ્મસિંહ ચૌહાણ(ભાજપ), કૈલાશબેન સુતરીયા(ભાજપ) અને કિંજલકુમાર પટેલ(ભાજપ)નો વિજય થયો છે.

વોર્ડ નંબર 7 માં સોનલબા વાઘેલા(ભાજપ), પ્રેમલસિંહ ગોલ(ભાજપ), કિંજલબેન ઠાકોર(ભાજપ) અને શૈલેષ કુમાર પટેલ(ભાજપ)નો વિજય થયો છે. વોર્ડ નંબર 9માં અલ્પાબેન પટેલ(ભાજપ), શૈલાબેન ત્રિવેદન(ભાજપ), રાજુભાઇ પટેલ(ભાજપ), સંકેત પંચાસરા(ભાજપ) નો વિજય થયો છે. જયારે વોર્ડ નંબર 10 માં તેજબેન વાળંદ(ભાજપ), પોપટ સિંહ ગોહિલ(ભાજપ), મહેન્દ્ર પટેલ(ભાજપ), મીરાબેન પટેલ(ભાજપ) નો વિજય થયો છે.

મળતી માહિતી અનુસાર, સવારે 11 વાગ્યાના પરિણામોમાં 31 બેઠકો પર ભાજપે કબજે કરી લીધી છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી અને આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી, એટલે કે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *