ચમત્કાર: બકરીએ આઠ પગવાળી બકરીને આપ્યો જન્મ, લોકોના ટોળેટોળા ઉમટ્યા જોવા

બંગાળ: પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લામાં બકરીએ એક વિચિત્ર બચ્ચાને જન્મ આપ્યો છે. આ બકરીને ચાર નહિ પરંતુ આઠ પગ હતા. આ બકરીના જન્મની જાણ થતાં જ તેને જોવા માટે ગામલોકોના ટોળા ભેગા થવા માંડ્યા હતા. આ જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

આ કિસ્સો દક્ષિણ 24 પરગના જિલ્લાના બનગાવ ઘાટ બાવર પંચાયતના કાલમેઘ વિસ્તારનો છે. અહીં રહેતા સરસ્વતી મંડળની બકરીએ બે ઘેટાંઓને જન્મ આપ્યો. એક બચ્ચું સામાન્ય હતું અને તેને ચાર જ પગ હતા પરંતુ બીજા બચ્ચાને આઠ પગ હતા. જયારે તેમને આ બચ્ચાને જોયું તો તે પણ ગભરાઈ ગયા. જોકે, ડર સ્વાભાવિક હતો કારણ કે તે પશુઓને પાળે છે.

તેમની પાસે ગાય અને બકરીઓ પણ છે, પરંતુ આવા બચ્ચાનો જન્મ તેમણે પહેલી વાર જોયો. આ વિચિત્ર બચ્ચાને જોઇને ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, આ બચ્ચું લાંબું જીવી શક્યું નહીં. આ અંગે સરસ્વતી મંડળે કહ્યું કે, “એક બકરીને બે બચ્ચા છે. આ વિચિત્ર બચ્ચું મારી ગયું પરંતુ તેનું બીજું બચ્ચું સ્વસ્થ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *