વિદેશમાં રમતગમતમાં વિજેતા બનનારને મોટા-મોટા ઇનામો અપાય અને ભારતમાં વિજેતાને મરઘા અને બકરા મળે!

બધા જ રાજ્યમાં અલગ અલગ ટુર્નામેટ થતી જ હોય છે. કોઈ પણ ખેલાડી મેચ અથવા ટૂર્નામેન્ટ જીતે એટલે એનું સન્માન ટ્રોફી આપીને કે રોકડ ઇનામ તેમજ પુષ્પગુચ્છ આપીને કરતા હોય છે. પણ આજ રોજ એક એવી ટૂર્નામેન્ટની વાત કરવા માટે જઈ રહ્યા છીએ કે, એમાં જીતેલા ખેલાડીઓને ઇનામમાં જે વસ્તુ આપવામાં આવી એનાંથી સમગ્ર ગામનાં બધા લોકો આશ્ચર્ય ચકિત થયા.

આ ટૂર્નામેન્ટ જીતેલા ખેલાડીઓને ઇનામમાં ટ્રોફી તેમજ રૂપિયાની જગ્યાએ બકરા તેમજ મરઘા ભેટ રૂપે આપ્યા હતા. જેનાં લીધે આ ટૂર્નામેન્ટ વિવાદમાં સર્જાયો છે. આ વાત જ્યારે જિલ્લા કલેકટરને જાણવા મળી તે સમયે જિલ્લા કલેકટરે આખા મામલે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ વલસાડનાં કપરાડાનાં કરચોંડ ગામમાં આવેલા સીમ ફળિયામાં એક વોલીબોલ નાઈટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું.

12 જાન્યુઆરી, 2021 મંગળવારનાં દિવસે રાતે 8:30 વાગ્યાનાં સમયે નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટ કરચોંડ ગામમાં આવેલા સીમફળિયામાં યોજી હતી. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર બધા વ્યક્તિ દ્વારા 551 રૂપિયા એન્ટ્રી ફી ભરવામાં આવી હતી. નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટમાં એક વાત બહુ જ અજીબ હતી કે, એમાં જીતનાર ટીમને ઇનામમાં ટ્રોફી અથવા રોકડ ઇનામ આપવાનાં બદલામાં પશુ તેમજ પક્ષીઓ આપ્યા હતા.

પ્રથમ નંબર આવનાર ખેલાડીને 1 બકરો તેમજ 501 રૂપિયાનું ઇનામ આપ્યું હતું. બીજા નંબરે આવનાર ખેલાડીને 6 મરઘા તેમજ 301 રૂપિયાનું ઇનામ આપ્યું હતું. આ સિવાય ત્રીજા નંબરે આવનાર ખેલાડીને 1 મરઘો તેમજ 151 રૂપિયા ઇનામ આપ્યું હતું. આ બધી વિગત ટૂર્નામેન્ટનાં આમંત્રણ માટે છાપેલા કાર્ડમાં પણ દર્શાવી હતી. કાર્ડમાં દર્શાવ્યા મુજબ જીતનાર વ્યક્તિને આયોજકો બકરા તેમજ મરઘા ઇનામ તરીકે આપ્યા હતા.

આ ઇનામ વિતરણનાં ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા. વોલીબોલ ટૂર્નામેન્ટમાં આવા અજીબ ઇનામોને જોઈને ગામનાં લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તો આ પ્રકારની ટૂર્નામેન્ટ બાબતે જિલ્લા કલેકટરને મળેલ માહિતી પ્રમાણે એમનાં દ્વારા અધિકારીઓને આખા મામલે તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટ રમાયા બાદ ઇનામને લઇને વિવાદનો સર્જાયો હતો. તે સમયે હાલ એ જોવાનું છે કે, તંત્રએ જવાબદાર લોકોની વિરુદ્ધ ક્યા પ્રકારની કાર્યવાહી કરે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *