ડોક્ટરોએ 76 વર્ષના વૃદ્ધ મહિલાના પેટમાંથી કાઢી 11 કિલોની ગાંઠ, જોઇને તમે પણ ચોકી જશો  

છેલ્લા પાંચ મહિનાથી દિવ્યજ્યોતિ ફાઉન્ડેશન બાલાસિનોર સંચાલિત સીટીઝન હોમમાં રહેતાં 76 વર્ષના મધુબેન પટેલનું પેટ તેમના શરીરના પ્રમાણમાં મોટું હતું. સંસ્થામાં થતા મેડિકલ ચેકઅપના ડો.નમ્રતા…

છેલ્લા પાંચ મહિનાથી દિવ્યજ્યોતિ ફાઉન્ડેશન બાલાસિનોર સંચાલિત સીટીઝન હોમમાં રહેતાં 76 વર્ષના મધુબેન પટેલનું પેટ તેમના શરીરના પ્રમાણમાં મોટું હતું. સંસ્થામાં થતા મેડિકલ ચેકઅપના ડો.નમ્રતા ગુપ્તાને મધુબેનને જણાવ્યું હતું કે, તેમનું પેટ છેલ્લા 15 વર્ષથી જાતે જ વધે છે.

જાણવા મળ્યું હતું કે, તેમણે પેટમાં કોઈ દુ:ખાવો થતો ન હતો. પરંતુ વારંવાર પેટમાં અને છાતીના ભાગે બળતરા થતી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, તેમને ખોરાક લેવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરે મધુબેનની વાત સાંભળી તેમને સોનોગ્રાફી, સીટી સ્કેન સહિતના અન્ય ટેસ્ટ કરાવવા કહ્યું હતું.

ટેસ્ટ દરમિયાન હાર્ટની 56 ટકા પંપીંગ કેપેસીટી, કિડનીમાં નેફોસિસ અને તેમના પેટમાં 34X 3, 1X22 સેન્ટીમીટરના અસામાન્ય કદની અને જોખમી ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે મધુબેનને ઓપરેશન કરાવવું ફરજીયાત થઇ ગયું હતું. પરંતુ ઓપરેશન જોખમી હોવાથી કેટલીય હોસ્પિટલો અને ડોક્ટરોએ તેમજ સંસ્થાના સંચાલકોએ ઓપરેશન ન કરવાની સલાહ આપી હતી.

આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ખેડા જિલ્લાના ખાત્રજ ચોકડી પાસે આવેલ વેદ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોકટર પુજન શુક્લે ઓપરેશન કરવા માટે તૈયાર થયા હતા. અને તેમની ટીમ દ્વારા મધુબેનના પેટ માંથી 11 કિલો વજન વાળી ગાંઠ દૂર કરી સફળતા પૂર્વક ઓપરેશન કરી વૃદ્ધાને નવજીવન આપ્યુ હતુ. ઓપરેશન પછી વૃદ્ધા દ્વારા દિવ્યજ્યોતિ ફાઉન્ડેશનના સંચાલકો, ડોક્ટર અને તેમની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *