કરુણાંતિકા: નોકરી પરથી પરત ફરી રહેલ જુવાનજોધ દીકરાને માર્ગ અકસ્માત નડતા ઘરે પહોંચ્યો મૃતદેહ

સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરા શહેરમાં આવેલ માંજલપુર સ્થિત કંપનીમાંથી ઘરે જવા માટે નીકળેલ યુવકની બાઈક અવધૂત ફાટક પાસે સ્લિપ મારી ગઈ હતી.

જેમાં ઘટનાસ્થળ પર જ યુવકનું મોત થયું હતું. રાવપુરા પોલીસ દ્વારા બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક 6 મહિના અગાઉ જ પોલેન્ડથી અભ્યાસ કરીને વડોદરા પરત આવ્યો હતો. નોકરીથી છૂટ્યા પછી તેણે પિતાને કોલ કરીને પોતે ઘરે આવી રહ્યો હોવાનું કહ્યું હતું. જો કે, તે ઘરે પહોંચે તેનાં પહેલાં એનાં મોતના સમાચાર મળ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરમાં આવેલ દિવાળીપુરા વિસ્તારમાં આવેલ હીરામણી કોમ્પ્લેક્સમાં ગુણવંતભાઈ ઉર્ફે મુકુંદભાઈ ગૌરવ રહે છે. તેઓનો એક પુત્ર કેનેડામાં છે, જ્યારે અન્ય 30 વર્ષનો પુત્ર પૃથ્વીશ 6 મહિના પહેલાં પોલેન્ડથી અભ્યાસ કરીને વડોદરા પરત આવ્યો હતો.

વડોદરામાં તેણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો પણ કોરોનાને લીધે તે સફળ થઇ શક્યો ન હતો. 3 મહિના પહેલાં તે માંજલપુરની કંપનીમાં ગ્રૂપ લીડર તરીકે જોડાયો હતો. સોમવારે ફરજ પૂરી કરીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેને પિતાને કોલ કરી હું ઘરે આવુ છુ તેમ કહ્યું હતું.

આ દરમિયાન અવધૂત ફાટકથી વિશ્વામિત્રી બ્રિજ બાજુ જવાના માર્ગ પર તેનું સ્કૂટર સ્લિપ મારી ગયું હતું. અકસ્માતની ઘટનામાં યુવકને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અજાણી વ્યક્તિએ ફોન કરતાં અકસ્માત થયાની જાણ થઈ:
પૃથ્વીશના પિતા ગુણવંતભાઈના જણાવ્યા પ્રમાણે 3 મહિના પહેલાં તે માંજલપુરની કંપનીમાં ગ્રૂપ લીડર તરીકે જોડાયો હતો. તેની ફરજનો ટાઈમ બપોરના 12થી રાતના 10 વાગ્યાનો હતો. ગઈકાલે ફરજ પરથી છૂટ્યા પછી તેણે ફોન પર હું ઘરે પરત આવી રહ્યો છું, તેમ જણાવ્યું હતું.

જો કે, આ કોલ આવ્યાના થોડા સમય પછી બીજા કોલ પર અજાણ્યા વ્યક્તિએ પૃથ્વીશને અકસ્માત થયો હોવાનું જણાવીને હોસ્પિટલમાં બોલાવ્યા હતા, જ્યાં પહોંચતાંની સાથે જ પૃથ્વીશનો મૃતદેહ જોવા મળ્યો હતો. જેને કારણે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *