21 વર્ષના એક શખ્સે બકરી સાથે કુકર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. રંગે હાથે ઝડપાયેલા શખ્સે દાવો કર્યો કે તેણે આમ કરવા માટે બકરીની મંજૂરી લીધી હતી. હાલ આ શખ્સની ધરપકડ કરાઇ છે.
આ બનાવ આફ્રીકી દેશ મલાવીના મચિન્જીની છે. આરોપી કેનેડી કંબાણી રંગે હાથે ઝડપાયો. બકરીના માલિકને પહેલા લાગ્યું કે કોઇ તેની બકરીની ચોરી કરી રહ્યું છે.
હરકતનો ખુલાસો
બકરીના માલિકે પોલીસને જણાવ્યું કે, શખ્સ બકરીની ચોરી કરી રહ્યો હોવાની શંકા જતા તે તેના કેટલાક પાડોશીઓ સાથે ચોરને પકડવા પહોંચ્યો, ત્યારે તેની હરકતનો ખુલાસો થયો.
રંગે હાથે ઝડપાયો શખ્સ
પોલીસનું કહેવું છે કે બકરીના માલિક પેમ્ફેરો માવખુલિકાએ ચોરીની શંકા જતા લોકોને એલર્ટ કર્યા હતા. પરંતુ જ્યારે તે લોકો સાથે બકરી પાસે પહોંચ્યો તો શખ્સ બકરી સાથે કૃત્ય કરી રહ્યો હતો.
પહેલા પણ બની છે ઘટના
નવેમ્બર 2018માં ઝામ્બિયામાં 22 વર્ષના રૂબેન મવાબા નામના શખ્સને ગર્ભવતી બકરી પર રેપ કરવાના મામલે ત્યાંની કોર્ટે 15 વર્ષની સજા સંભળાવી હતી. આ પહેલા સાઉથ આફ્રિકામાં પણ 33 વર્ષીય શખ્સને પાડોશીની ગર્ભવતી બકરી પર રેપ કરવાના મામલે કોર્ટે દોષી ગણાવ્યો હતો.