બકરી ઈદ પર બચી ગયો બકરીઓનો જીવ, પછી તો ગીત ઉપર કર્યો એવો ડાન્સ કે…- જુઓ મજેદાર વિડીઓ 

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

‘જાન બચી તો લાખો પાયે’ તમે પણ આ કહેવત સાંભળી હશે. એમાં પણ જો કોઈ મૃત્યુ ને હરાવીને પાછો આવે તો, તો પછી શું વાત જ કરીએ. આ લાગણીને ફક્ત તે જ સમજી શકે છે જે મૃત્યુનો સામનો કરીને પાછા આવ્યા હોય. ત્યારે હાલમાં જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓ ટ્વિટર પર આઈપીએસ અધિકારી રૂપીન શર્મા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. આ વિડીઓ માત્ર 22 સેકન્ડનો મજેદાર વિડીઓ છે. આ વિડીઓ જોઇને તમને હસવું તો આવશે. તો ચાલો જાણીએ આ વિડીઓ માં શું ખાસ છે.

આ વાયરલ થઇ રહેલા વીડીઓમાં તમે જોઈ શકો છો કે તેમાં એક બકરીઓનું ટોળું જોવા મળી રહ્યું છે. જે પોતાના ઘર તરફ ફરી રહ્યા છે. વિડીઓમાં એક વ્યક્તિ બકરાની આગળ અને એક વ્યક્તિ બકરાની પાછળ ચાલી રહ્યો છે. ત્યારે આ વિડીઓમાં તમે સાંભળી શકો છો કે, જે ગીત પર બકરાઓ નાચતા જોવા મળી રહ્યા છે. તમે ‘કેટ વોક’ વિશે તો જરૂર સાંભળ્યું હશે. પરંતુ શું તમે ‘ગોટ વોક’ વિશે પહેલી વાર જોઉં હશે.

રૂપીન શર્માએ આ પોસ્ટ શેર કરતા મજેદાર કેપ્શન પણ આપ્યું છે જે વિડીઓને વધુ રસપ્રદ બનાવે છે. રૂપીન શર્માએ તેમના કેપ્શનમાં લખ્યું છે કે, જયારે બકરી-ઈદમાં બકરી હલાલ થતા બચી જાય છે. આ વિડીઓ જયારે તમે જોશો ત્યારે તમને પણ બવ જ મજા પડી જશે. આ બકરીઓ પોતાનો જીવ બચ્યો જેને લીધે તે ઉત્સાહમાં આવીને ખુશીથી નાચવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *