સુરતમાં કોથળા ભરી ભરીને મળ્યો કરોડોનો ગાંજો, પોલીસે કર્યો સૌથી મોટા કારોબારનો પર્દાફાશ

સુરત(ગુજરાત): સુરત નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું મોટું નેટવર્ક પકડાયું છે. મળેલી બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા…

સુરત(ગુજરાત): સુરત નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું મોટું નેટવર્ક પકડાયું છે. મળેલી બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી. જેમાંથી સવા કરોડની કિંમતના 1142.74 કિલો ગાંજાના જથ્થા સાથે 1 બુટલેગરની ધડપકડ કરી છે. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. ગાંજો એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઓડિશાના ગંજામથી ટ્રાન્સપોર્ટ મારફતે લાવેલો માલ હતો. સુત્રો દ્વારા જાણવા મળતું છે કે, સમગ્ર નેટવર્કનો પર્દાફાશ મુખ્ય સુત્રધાર પકડાયા પછી થશે.

મળેલી માહિતીના આધારે સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ને ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. રાત્રિના સમયે  એસઓજી બાતમીના આધારે સાંકી ગામ લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી રેસીડન્સીના બીજા માળે ફલેટ નંબર 204 માં રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસને લગભગ સવા કરોડની કિંમતનો 1142.74 કિલો ગાજો મળી આવ્યો હતો. સાથે સાથે એક આરોપીની ધડપકડ પણ કરવામાં આવી હતી.

સમગ્ર રેડ પોલીસે ફ્લેટને કોર્ડન કરીને કરી હતી. તેમાં ફ્લેટમાં અંદર તપાસ કરતાં 32 જેટલી ગાંજો ભરેલી ગુણ મળી આવી હતી. કોથળામાં ભરેલા મોટા પ્રમાણમાં રહેલા ગાંજાના જથ્થાને પોલીસે સીઝ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મુદ્દામાલમાં આરોપીના મોબાઈલ સહિતનો માલ જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે.

સમગ્ર ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લામાંથી બારડોલીના સાંકી ગામે લવાતો હતો. અહિં ફ્લેટમાં ગાંજાના જથ્થાને રાખ્યા બાદ વાપી, સુરત, વડોદરા, ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે માસ્ટર માઈન્ડ આરોપીની શોધખોળ શરુ કરી છે.

આરોપી પાસે થી પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ: ગાંજો જેનું કુલ વજન 1142.74 કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા 1,14,27,400, મોબાઈલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 5500, અંગઝડતીના રોકડા રૂપિયા 750, સુઝુકી કંપનીની એક્સેસ કિંમત રૂપિયા 30 હજાર. પોલીસે બાબુ નાહક, વિક્રમ મગલુ પરીદા ઉર્ફ વિક, સીબરામ નાહક વોન્ટેડ જાહેર કરેલ આરોપીઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *