સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. તે દુકાન હોય તે ગમે તે જગ્યા હોય તેણે પોતાનું નિશાન બનાવી ચોરી કરતા હોય છે. જોકે, તસ્કરો ચોરી કરે છે ત્યારે મંદિરો પણ તેમાં બાદ નથી. મંદિરોમાંથી પણ ભગવાનના દાગીના સહિત મૂર્તિની ચોરી અને ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે. આ દરમિયાન ફરીવાર મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવતા હોબાળો બચી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ, કાપોદ્રામાં હીરાબાગ પાસે વલ્લભાચાર્ય રોડ પર મેલડી માતાના મંદિર અને બરોડા પ્રિસ્ટેજ પાસે સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી લાખોના ઘરેણાં ચોરનારા બે અને ઘરેણાં રિસિવ કરનારા સહિત ત્રણને કાપોદ્રા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચોરીની તપાસ કરનાર પીએસઆઈ ડી.કે. ચોસલાએ જણાવ્યું હતું કે, મેલડી માતાના મંદિરમાંથી 32 હજાર અને સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી 1.96 લાખ રૂપિયાના ઘરેણાં ચોરી કરવામાં આવ્યા હતા. સીસીટીવીના ફુટેજના આધારે પોલીસ દ્વારા ચોરી કરનારા બેને ઝડપી પાડવામાં આવ્યા છે.
જાણવા મળ્યું છે કે, ઝડપાયેલાઓમાં આરોપી હર્ષદ દિનેશ કુંભાર તેમજ નીતેશ કુમાર યોગેન્દ્ર ચૌધરી છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેમણે કાંઈ ખોટું નથી કર્યું. કારણ કે, ચોરી કરતા પહેલાં તેઓ ભગવાનની માફી માંગી લેતા હતા. તેઓ ભગવાન સામે હાથ જોડીને કહેતા કે હે ભગવાન! તમને આટલા ઘરેણાંની શું જરૂર છે? એમ પણ તમને કોઈને કોઈ ફરીથી આપી જ દેશે. અમને રૂપિયાની જરૂર છે, અમારી પાસે હાલ કોઈ કામ ધંધો નથી, તેથી આ ઘરેણાં અમને લઈ લેવા દો અમને માફ કરજો એવું કહીને ઘરેણાં ચોરી કરતા હતા.
આ પહેલાં પણ તેમણે ઘણા મંદિરોમાં ચોરી કરી છે. પરંતુ, ઓછી ચોરી હોવાથી કોઈ ફરિયાદ કરવા આવતું ન હતું. તેમણે મંદિર સિવાય બીજેે કશે ચોરી કરી ન હોવાનું પોલીસને જણાવ્યું હતું. તેમની પાસેથી પોલીસ દ્વારા સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરી કરેલા તમામ 1.96 લાખ રૂપિયાના ઘરેણાં કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ચોરીના ઘરેણાં લેનાર આરોપી જ્વેલર મોહમંદ ઝુબેર હાજી હનીફ ઝવેરીની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.