હત્યા કે આત્મહત્યા: પુરુષ અને મહિલાનો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો મૃતદેહ- જાણો ગુજરાતમાં ક્યાં બની દુઃખદ ઘટના

હાલમાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરેડી ગામ પાસેથી અજાણ્યા પુરુષ અને મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ બંનેના શરીર પર ઈજાના નિશાન પણ…

હાલમાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરેડી ગામ પાસેથી અજાણ્યા પુરુષ અને મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ બંનેના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. આ ઉપરાંત ઘટના સ્થળ પરથી એક મોટર સાયકલ પણ મળી આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરેડી ગામની સીમમાંથી એક શખ્સ તથા મહિલાની લાશ મળી આવતા તાત્કાલિક સોનગઢ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત બંને મૃતદેહ પર ઈજાના નિશાન મળી આવતા પોલીસ દ્વારા આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, પશુ ચરાવવા ગયેલા ગોવાળાના ધ્યાનમાં મૃતદેહ આવ્યો હતો. સરેડી ગામની સીમમાં રોજિંદા ક્રમ મુજબ જ ગામનાં ગોવાળો પશુ ચરાવવા ગયા હતા. આ દરમિયાન વગડામાં એક પુરુષ તથા એક મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.

આ અંગે ગોવાળોએ ગામના લોકો તથા સરપંચને જાણ કરતાં સરપંચ તથા લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોનગઢ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને લાશોનો કબ્જો લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આ લાશથી થોડે દૂર નાળા પાસેથી એક બિનવારસી બાઈક મળી આવતાં પોલીસ દ્વારા આ બાઈકને પણ કબ્જે કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા હાલ મૃતક મહિલા અને પુરુષની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. તો સાથે આ બનાવ સજોડે આત્મહત્યાનો છે કે પછી હત્યાનો તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો સમગ્ર બનાવને લઈને સરેડી સહિતના આસપાસના ગામોમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *