ગોધરાકાંડનો મુખ્ય આરોપીને 19 વર્ષ પછી ગુજરાત પોલીસે દબોચ્યો, રેલવે સ્ટેશન પર કરતો હતો મજૂરી

19 વર્ષ પહેલા કારસેવકોને બાળવાની ઘટનાનો મુખ્ય આરોપી આજે પોલીસના હાથે ચડ્યો છે. ગુજરાત પોલીસે રફીફ હુસેનની ધરપકડ કરી છે.ગુજરાત (Gujarat)ના પંચમહાલ જિલ્લા (Panchmahal district)માં ગોધરા રેલવે સ્ટેશન (Godhra Railway station) પર આશરે 19 વર્ષ પહેલા કારસેવકોને જીવતા સળગાવવાની ઘટનાનો મુખ્ય આરોપી આખરે પોલીસ (Police)ના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ગુજરાત પોલીસે (Gujarat Police)ગોધરા (Godhra)થી રફીક હુસૈન (Rafiq Hussain)નામના શખસની ધરપકડ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા મુજબ રફીક હુસેન એ કોર ગ્રુપનો ભાગ હતો જેણે ગોધરાકાંડ કર્યો હતો. અને છેલ્લા 19 વર્ષથી ભાગી ગયો હતો. મળતી માહિતી મુજબ પોલીસને થોડો ઇનપુટ મળ્યો હતો ત્યારબાદ રેલ્વે સ્ટેશન નજીકના એક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતાં જ્યાંથી રફીક હુસેનની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે, ટ્રેનના ડબ્બાને બાળી નાખવા પેટ્રોલનું બંધોબસ્ત કરવા રફીક હુસેનનો મોટો હાથ હતો. ભીડને ઉશ્કેરવામાં અને આખા કાવતરાને રચવામાં તેની ઉપર ખૂન ભડકાવવા અને હુલ્લડ કરવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર કાર સેવકોથી ભરેલી ટ્રેન સળગાવી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં કુલ 59 કારસેવકોના મોત નીપજ્ય હતાં. આ પછી ગુજરાતમાં 2002ના રમખાણો થયાં.

પોલીસે માહિતી આપી છે કે, રફીક હુસેન તે સમયે મજૂર તરીકે સ્ટેશન પર કામ કરતો હતો. જ્યારે ટ્રેન આવી ત્યારે પત્થરો ફેંકવામાં આવ્યા હતા અને પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું, તે પણ તેમાંથી એક હતો. પરંતુ તે ઘટના બાદ રફીક હુસેન અહીંથી ભાગી ગયો હતો અને દિલ્હીની આસપાસ રહેતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર કારસેવકોથી ભરેલી ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં કુલ 59 કારસેવકોના મોત થઈ ચૂક્યા હતા, ત્યારબાદ ગુજરાતમાં 2002ના તોફાનો ફાટી નીકળ્યા હતા.

પોલીસે જાણકારી આપી છે કે, રફીક હુસૈન તે વખતે એક મજૂરના રૂપમાં સ્ટેશન પર કામ કરતો હતો. જ્યારે ટ્રેન આવી ત્યારે પથ્થરમારો કર્યો હતો અને પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું. આ ઘટનામાં રફીક પણ તેમાંથી એક હતો. પરંતુ આ ઘટના બાદ રફીક હુસૈન અહીંથી ભાગી ગયો અને દિલ્હીમાં રહેવા લાગ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે ગોધરાકાંડની ઘટનાના 19 વર્ષ પછી અમને રફીક હુસૈન વિશે બાતમી મળી હતી. અમને જાણ થઈ કે હુસૈન તેના પરિવારને શિફ્ટ કરવાનો છે. હવે જ્યારે તે દિલ્હીથી પોતાના પરિવારજનોને મળવા અહીં આવ્યો હતો, ત્યારે અમે મોકો જોઈને રેડ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ અમે તેના વિશે જાણ થઇ હતી અને પરિવારને સ્થળાંતર કરવાની વાત પ્રકાશમાં આવી હતી. હવે જ્યારે તે તેના ઘરે મળવા આવ્યો હતો, ત્યારે તક જોઇને પકડી લેવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *