માનવતાએ વટાવી ક્રૂરતા: રોડ ઉપર બાઈકસવારે કૂતરાને દોરડા વડે બાંધી ઘસડતાં મોત

સોમવારે શહેરની વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસેના રોડ પર એક અમાનવીય દ્રશ્ય સામે આવ્યું હતું.બાઈક સવાર બે વ્યક્તિઓ એક શ્વાનને દોરડા બડે બાંધી બાઈક વડે…

સોમવારે શહેરની વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસેના રોડ પર એક અમાનવીય દ્રશ્ય સામે આવ્યું હતું.બાઈક સવાર બે વ્યક્તિઓ એક શ્વાનને દોરડા બડે બાંધી બાઈક વડે ઘસડી રહ્યા હતા.શ્વાનના ગાળામાં ફંદો લગાવીને એક યુવક બાઈક પાછળ બેસી કૂતરાને ઘસડી રહ્યો હતો.

જીવતા શ્વાનને આવી રીતે ઘસડતો લઈ જવાય રહ્યો હોવાનું પસાર થઇ રહેલા વાહનચાલકોએ જોતા વાહન ચાલકો ચોંકી ઉઠ્યા હતા. એક વાહન ચાલકે યુવકોને અટકાવી આવું ન કરવા જણાવ્યું હતું પણ ત્યાં સુધીમાં શ્વાનનું મૃત્યુ થઇ ચૂક્યું હતું.

વાહન ચાલકે આખી ઘટનાનો વિડીયો ઉતારી સોસીયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો.જીવતા શ્વાનને બેરહેમીપૂર્વક ઘસડી રહેલા યુવકો પર ચારેકોરથી ફિટકાર વરસાવવામાં આવ્યો હતો.શ્વાન સાથે અમાનવીય કૃત્ય કરનાર બંને યુવકો જીજે 05 એમએ 7359 નંબરની બાઈક પર સવાર હતા.

અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા સુરતના ભેસ્તાનન વિનાયકર રેસિડેન્સીમાં ચિકનમાં ઝેરી દવા ખવડાવી 3 કૂતરાને મારી નાખવાની ઘટનામાં પાંડેસરા પોલીસે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી સ્થાનિક બે યુવકોની ધરપકડ કરી હતી. સોસાયટીમાં રખડતાં કૂતરાઓએ બાળકો સહિત ત્રણેક જણાને બચકા ભર્યા હતા. જેથી કંટાળી બંનેએ કૂતરાઓને ઝેર ખવડાવી મારી નાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *