આજના જમાનામાં કેટલાય લોકો વ્યસન (Addiction)ના રવાડે હોય છે. આ વ્યસનોને કારણે તેઓ પોતે જ પોતાની જિંદગી બરબાદ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને હાલ તો આજનું યુવાધન પણ વ્યસનના રવાડે હોય છે. તેઓ તો નાની ઉમરમાં જ પોતાની જિંદગી બરબાદ કરી દેતા હોય છે. એકવાર વ્યસનમાં સપડાઈ ગયા પછી તેને છોડવું ખુબ જ અઘરું છે. લોકો ગમે તેમ કરે પરંતુ આ વ્યસન છોડવું તેઓ માટે ખુબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યકતિ વિષે જણાવીશું કે જેમને સમાજને વ્યસન મુક્ત કરવાનું બીડું ઉપાડ્યું છે.
મળતી માહિતી અનુસાર, અમરેલીના સાવરકુંડલાના રહેવાસી દાદાબાપુ કાદરી નામના વ્યક્તિ, તેમણે જોયું કે વ્યસનમાં લીધે ઘણા પરિવાર છે કે જે બરબાદ થઇ રહયા છે. જેના કારણે તેમણે આજથી ૯ વર્ષ પહેલા પાંચ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા. તેમને કર્યું એવું કે તે યુવકોનું વ્યસન છૂટી ગયું હતું, તે કોઈ પરચાથી ઓછું ન હતું. ત્યારથી દાદાબાપુ કાદરીએ વ્યસન મુક્તિનું સમાજસેવાનું કામ ઉપાડ્યું છે.
જાણવા મળ્યું છે કે, આજ સુધી દાદાબાપુ ૯૫ હજાર લોકોને વ્યસન મુક્ત કરી દીધા છે. તેમની આવી ખ્યાતિ જોઈને લોકો દૂર દૂરથી પોતાનું વ્યસન છોડવા માટે અહીં આવે છે. જે વ્યકતિ અહીં આવે છે. તે ૧૦૦ ટકા વ્યસન છોડી દે છે. તેમને બીજીવારા વ્યસન કરવાનું મન પણ નથી થતું. ૪૦ વર્ષથી વ્યસન કરતા લોકો પણ અહીં ૧ મિનિટમાં વ્યસન છોડી દે છે. જે ખરેખર ખુબ જ ચોકાવનારું છે.
પોતાનું વ્યસન છોડાવવા કોઇપણ વ્યક્તિ અહીં આવે તો, સૌથી પહેલા એક ફોર્મ ભરાવવામાં આવે છે એ પછી તેને સમજાવી સાલ ઓઢાળી તેનું સન્માન કરવામાં આવે છે. આવું કરવાથી વ્યકતિ ફક્ત એક મિનિટમાં વ્યસન છોડી દે છે. ઘણા લોકો આને ચમત્કાર પણ કહે છે. ખરેખર દાદાબાપુ કાદરી ખુબજ સમાજ સેવાનું કામ કરે છે. આજ સુધી દાદાબાપુ ૯૫ હજાર લોકોને વ્યસન મુક્ત કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.