સોના-ચાંદીના ભાવમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળે છે. ત્યારે આજે સોનું મોંઘુ થયું હોવાનું જાણવા મળ્યું છે. દેશના મોટાભાગના શહેરોમાં સોના અને ચાંદીની કિંમતમાં તફાવત જોવા મળે છે. એમસીએક્સ અને આંતરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી સાથે કારોબાર શરૂ થયો છે. જોકે, એમસીએક્સ અને આંતરાષ્ટ્રીય બજારમાં સોનાનો જે ભાવ હોય છે તે ટેક્સ વગર હોય છે. આથી દેશના બજારમાં કિંમતમાં તફાવત જોવા મળે છે.
એમસીએક્સ પર શનિવાર અને રવિવારે રજા રહે છે. શુક્રવારે સોનાનો કારોબાર તેજી સાથે બંધ રહ્યો હતો. સોનામાં ઓક્ટોબર ફ્યૂચર ટ્રેડ 567.00 રૂપિયાની તેજી સાથે 46,930.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈને બંધ રહ્યો હતો. તેમજ ચાંદીનો સપ્ટેમ્બર ફ્યૂચર ટ્રેડ 1343.00 રૂપિયાની તેજી સાથે 63,203.00 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈને બંધ રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબારના અંતિમ દિવસે સોનું તેજી સાથે બંધ રહ્યું હતું. તેમજ અમેરિકામાં સોનાનો કારોબાર 25.53 ડૉલર તેજી સાથે 1779.34 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો. જ્યારે ચાંદી 0.53 ડૉલરની તેજી સાથે 23.74 ડૉલરના સ્તર પર બંધ રહ્યું હતું.
14 ઓગસ્ટ: સોના ચાંદીના ભાવ
અમદાવાદ: 22ct Gold : Rs. 46650, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 63200
સુરત: 22ct Gold : Rs. 46650, 24ct Gold : Rs. 48590, Silver Price : Rs. 63200
વડોદરા: 22ct Gold : Rs. 45810, 24ct Gold : Rs. 47210, Silver Price : Rs. 63200
ચેન્નાઈ: 22ct Gold : Rs. 44400, 24ct Gold : Rs. 48440, Silver Price : Rs. 67300
હૈદરાબાદ: 22ct Gold : Rs. 44150, 24ct Gold : Rs. 48170, Silver Price : Rs. 67300
બેંગલુરુ: 22ct Gold : Rs. 44150, 24ct Gold : Rs. 48170, Silver Price : Rs. 63200
જયપુર: 22ct Gold : Rs. 46100, 24ct Gold : Rs. 48450, Silver Price : Rs. 63200
મુંબઈ: Rs. 46310, 24ct Gold : Rs. 47310, Silver Price : Rs. 63200
કોલકાતા: 22ct Gold : Rs. 46450, 24ct Gold : Rs. 49150, Silver Price : Rs. 63200
જણાવી દઈએ કે, 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો બનતા નથી. આ તમામ આભૂષણો પર કેરેટ અનુસાર હોલમાર્કિંગ થાય છે.
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ આ એપ્લીકેશન મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી પણ મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. ઉપરાંત, આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.
એક પરણિત સ્ત્રી પોતાની પાસે 500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે. એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે. એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે. આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.