કોરોના મૃત્યુ પામતા લોકોને એક સાથે સળગાવવામાં આવી રહ્યા હતા, મોતનો સાચો આંકડો બહાર ન આવે એટલે હવે પતરા લગાવ્યા

હાલમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ બધાની વચ્ચે મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા…

હાલમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ બધાની વચ્ચે મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા ખાઈ રહી છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. દરેક સ્મશાનગૃહની બહાર અંતિમવિધી માટે કતારો લાગી છે.

ગત દિવસોમાં પણ વૈકુંઠ ધામના સ્મશાન ઘાટનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક સાથે 12 થી વધુ લોકોના મૃતદેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વિડીયો વાઈરલ થતાની સાથે જ આ સ્મશાનભૂમિની આજુબાજુ પતરા લગાવવામાં આવી રહ્યા છે જેથી બહારથી કાંઈ દેખાઈ ન શકે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બેરીકેડીંગ મૂકવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, વૈકુંઠ ધામએ રાજ્યના સૌથી મોટા સ્મશાન ઘાટમાંથી એક છે. કોરોનાના વધતા કહેર વચ્ચે વૈકુંઠ ધામમાં અંતિમ સંસ્કાર માટે સતત લાશ લાવવામાં આવી રહી છે. સ્થિતિ એવી છે કે, સ્મશાન ગૃહોમાં મૃતદેહોને બાળવા માટે લાકડા પણ ખૂટી રહ્યાં છે.

આ દરમિયાન ગતરોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક સાથે 12 થી વધુ લોકોના મૃતદેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. લોકોએ આ ઘટના ઉપર પર પ્રશ્નો ઉભા કર્યા, તો હવે સ્મશાન ગૃહોની આજુબાજુ પતરા લગાવવામાં આવી રહ્યા છે જેથી બહારથી કાંઈ દેખાઈ ન શકે.

રાજકીય પક્ષોએ નિશાન સાધ્યું
આ મુદ્દે રાજકીય પક્ષોએ નિશાન સાધ્યું છે. આમઆદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે આનો એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું છે કે, જો હોસ્પિટલ બનાવવામાં આટલી મહેનત કરવામાં આવે તો સ્મશાન છુપાવવાની જરૂર નહીં રહે.

આ ઉપરાંત, કોંગ્રેસના દ્વારા પણ ટ્વિટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે ટ્વિટમાં લખ્યું છે કે, તમે લાખ વખત આ ઘટના છુપાવો, પરંતુ દુનિયાને ખબર પડી જ જશે. વૈકુંઠ ધામના સ્મશાન ઘાટને ચારેબાજુ થી ઢાંકવામાં આવું રહ્યું છે.

હાલના સમયમાં રાજ્ય કોરોનાની સૌથી મોટી લહેરનો સામનો કરી રહ્યું છે. દરરોજ લગભગ 5000 કોરોના કેસ સામે આવી રહ્યા છે. મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલની અંદર કોઈ પલંગ નથી, લોકોને ટેસ્ટ માટે લાંબી રાહ જોવી પડે છે અને જો પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તો રિપોર્ટ સમયસર નથી આવી રહ્યો. કોરોનાના આ વધતા જતા કેસ વચ્ચે રાત્રિના કર્ફ્યુનો સમય સાંજના આઠ વાગ્યાથી સવારના સાત સુધી વધારવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની રાજધાનીમાં લખનૌમાં આ શરમજનક ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *