દેશમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ફરી એક વખત સોનાના ભાવમાં થયેલો ઘટાડો. સતત ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી છે.
અમેરિકાની એક બેઠક પહેલા રૂપિયા સામે ફરી એક વખત ડોલર મજબૂત થયો જેના કારણે ભારત દેશમાં સોનાના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજનો ૨૨ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો પ્રતિ ૧૦ ગ્રામ ૪૭૭૩૦ રૂપિયા છે ત્યારે શુક્રવારે પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૭૮૮૦ રૂપિયા હતો..
એક તરફ સોનાનો ભાવ ઘટ્યો હતો બીજી તરફ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ૯૦૦ રૂપિયાનો વધારો થયો આજ નો ચાંદી નો ભાવ ૭૨૩૦૦ રૂપિયા છે. જ્યારે શુક્રવારે પ્રતિ કિલો ચાંદીનો ભાવ ૭૧૪૦૦ રૂપિયા હતો.
ચેન્નઈ શહેરમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૬૦૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. મુંબઈ શહેરમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ ઉપરાંત 24 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે શુક્રવારના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 48880 રૂપિયામાં ૧૫૦ રૂપિયાનો ઘટાડો થઈ ને ૪૮૭૩૦ રૂપિયા નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૮૨૩૦ રૂપિયા અને ૨૪કેરેટ સોનાનો ભાવ ૫૦૨૩૦ રૂપિયા છે. પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ ૭૧૯૦૦ રૂપિયા છે.
આજે ચંદીગઢ શહેરમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૭૮૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે અને 24 કેરેટ સોનાનો ભાવ ૫૨૧૮૦ રૂપિયા પ્રતિ ગ્રામ છે. ચેન્નઈ શહેરમાં આજનો ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૫૭૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૯૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.