થોડા દિવસ બાદ એટલે કે ૨૨ ઓકટોબરનાં રોજ ભાઈ- બહેનના પ્રેમનું પ્રતીક ગણાતા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે. આવા સમયમાં સમગ્ર રાજ્યમાં રાખડીની ખરીદીની શરૂઆત થઇ ચુકી છે. ભાઈના કાંડે પોતાની રાખડી શોભે એની માટે બહેન આકર્ષક તથા મોંધી રાખડીની ખરીદી કરે છે.
રાજકોટની સોની બજારમાં સામાન્ય રાખડીથી લઇને સોના ચાંદીની રાખડીની બહેનો ખરીદી કરતા હોય છે. રાજકોટમાં બનાવવામાં આવતી સોના ચાંદીની રાખડી સમગ્ર દેશમાં જાય છે તેમજ રક્ષાબંધન નિમિત્તે સોની બજારમાં રાખડીનો વેપાર 40 લાખ રૂપિયા સુધીનો થાય છે. સોનામાં 1500થી લઇને 60,000 રૂપિયા સુધીની રાખડી, ચાંદીમાં રૂ.500થી લઈને 8,000 રૂપિયા સુધીની રાખડી મળી રહે છે.
જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના ફાઉન્ડર પરેશભાઈ આડેસરા જણાવે છે કે, સોનામાં રુદ્રાક્ષ, બ્રેસલેટ, રોઝ ગોલ્ડ પેટર્નની રાખડની માંગ સૌથી વધારે રહેલી હોય છે. આની સિવાય રિઅલ ડાયમંડની રાખડીની ખરીદી થાય છે. બહેન મોંઘા ભાવની રાખડી ખરીદી કરીને ભાઇ પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરે છે તો ભાઇ પણ સામે બહેન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યકત કરવા માટે લેડીઝ વીંટી, પેન્ડેટ સેટ વગેરેની ખરીદી કરતો હોય છે.
રાજકોટમાં બનતી સોના ચાંદીની રાખડી બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બનારસ,વારાણસી તરફ વેચાવા માટે જાય છે. જ્યારે ચાંદીના વેપારી સોહમભાઈ સાહોલિયા જણાવે છે કે, ચાંદીની રાખડીની કિંમતમાં ઓછી હોવાને લીધે તેની ખરીદી લોકો વધારે કરે છે. ચાંદીની રાખડી સુરત,અમદાવાદ, વડોદરા, ગુજરાતના અનેકવિવિધ શહેરોમાં જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.