સતત પાંચમા દિવસે પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો -જાણો તમારા શહેરમાં કેટલા આજના નવા ભાવ

જો તમે સોનું કે સોનાના દાગીના(Gold jewelry) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખુબ જ સારા સમાચાર છે. છેલ્લા બે દિવસથી સતત ઘટાડા વચ્ચે આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે સોનાની સાથે ચાંદીના ભાવ(The price of silver)માં પણ થોડો ઘટાડો નોંધાયો છે. આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે સોનાની સાથે ચાંદી પણ સસ્તી થઈ હતી. આગલા ટ્રેડિંગ દિવસની મંગળવાર(Tuesday)ની સરખામણીએ બુધવારે સોનું રૂ. 102 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું, જ્યારે ચાંદી રૂ. 108 પ્રતિ કિલો સસ્તી થઈ છે.

છેલ્લા 36 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલી વધઘટ વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવમાં ઘટાડો થયો છે. સોના-ચાંદીનાં ભાવમાં પણ હલચલ જોવા મળી રહી છે

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોનાના અને ચાંદીના ભાવ:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,767, 8 ગ્રામનાં ₹38,136, 10 ગ્રામનાં ₹47,670, 100 ગ્રામનાં 4.76,700 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,205, 8 ગ્રામનાં ₹41,640, 10 ગ્રામનાં ₹52,050, 100 ગ્રામનાં 5,20,500 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹67.40, 8 ગ્રામનાં ₹539.20, 10 ગ્રામનાં ₹ 674, 100 ગ્રામનાં ₹6,740, 1 કિલોનાં 67,400 રૂપિયા નોંધાયા છે.

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,767, 8 ગ્રામનાં ₹38,136, 10 ગ્રામનાં ₹47,670, 100 ગ્રામનાં 4.76,700 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,205, 8 ગ્રામનાં ₹41,640, 10 ગ્રામનાં ₹52,050, 100 ગ્રામનાં 5,20,500 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹67.40, 8 ગ્રામનાં ₹539.20, 10 ગ્રામનાં ₹ 674, 100 ગ્રામનાં ₹6,740, 1 કિલોનાં 67,400 રૂપિયા નોંધાયા છે.

વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,769, 8 ગ્રામનાં ₹38,152, 10 ગ્રામનાં ₹ 47,690, 100 ગ્રામનાં 4,76,900 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,202, 8 ગ્રામનાં ₹41,616, 10 ગ્રામનાં ₹52,020, 100 ગ્રામનાં 5,20,200 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹67.40, 8 ગ્રામનાં ₹539.20, 10 ગ્રામનાં ₹ 674, 100 ગ્રામનાં ₹6,740, 1 કિલોનાં 67,400 રૂપિયા નોંધાયા છે.

સોનું 4,751 અને ચાંદી 12,939 અત્યાર સુધીના ઉચ્ચ સ્તરેથી સસ્તી થઈ રહી છે: 
આટલો વધારો થયો હોવા છતાં, બુધવારે, સોનું તેની સર્વકાલીન ઊંચાઈ કરતાં લગભગ રૂ. 4751 પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. તે સમયે સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તેમજ ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 12,939 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે.

મિસ્ડ કોલ આપીને સોનાની નવીનતમ કિંમત જાણો:
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. ટુંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સાથે વારંવાર અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *