લગ્નની સીઝન વચ્ચે જોરદાર સસ્તું થયું સોનું-ચાંદી, અહીં ક્લિક કરી જાણો નવા ભાવ

Gold Silver Price 6th November 2022: દેવ ઉઠની એકાદશી બાદ દેશભરમાં લગ્ન-વિવાહ સહિતના તમામ પ્રકારના શુભ કાર્યો શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ અવસર પર સસ્તું સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. અત્યારે સોનું 5600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 21225 રૂપિયા પ્રતિ કિલો સસ્તા ભાવે મળી રહી છે.

શુક્રવારે સોના અને ચાંદીનો જાણો શું હતો ભાવ:
આ ટ્રેડિંગ સપ્તાહના પાંચમા અને છેલ્લા દિવસે શુક્રવારે સોનું 408 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું અને 50522 રૂપિયા પર બંધ થયું. જ્યારે ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 710 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થઈને 50114 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

શુક્રવારે સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદી 1706 રૂપિયા મોંઘી થઈ અને 58755 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. જ્યારે ગુરુવારે ચાંદી 1578 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈને 57049 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવ:
આ રીતે શુક્રવારે 24 કેરેટ સોનું રૂ.50522, 23 કેરેટ સોનું રૂ.407 વધી રૂ.50320, 22 કેરેટ સોનું રૂ.374 વધી રૂ.46278, 18 કેરેટ સોનું રૂ.306 વધી રૂ.37892 અને 14 કેરેટ સોનું રૂ. 238 ભાવ મોંઘો થયો અને 29555 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો.

સોનું અત્યારે તેની ઓલ ટાઈમ હાઈ કરતાં 5678 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. તે સમયે સોનું 56200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે જ સમયે, ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 21225 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી રૂ. 79980 પ્રતિ કિલો છે.

સોનાની શુદ્ધતાને આ રીતે કરો ચેક:
જ્યારે તમે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોના-ચાંદીની શુદ્ધતાને તમે તમારી જાતે ચકાસી શકો છો. સરકારે જેમના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના આધારે સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક પણે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો ગ્રાહક આ અંગેની ફરિયાદ પણ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની જાણકરી પણ મળી જાય છે.

આ રીતે  મિસ્ડ કોલ કરીને જાણી શકો છો સોનાનો ભાવ:
સોનાનો ભાવ તમે સરળતાથી અને એ પણ ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખીશ શકાય:
શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.

એક પરણિત સ્ત્રી પોતાની પાસે  500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે. એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે. એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે. આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *