ચાંદી રૂપિયા 65,000 ને પાર જયારે સોનું રૂપિયા…. -અહીં ક્લિક કરીને જાણો આજની નવીનતમ કિંમત

21 જાન્યુઆરી 2022ના રોજ એટલે કે શુક્રવારે દેશમાં 10 ગ્રામ સોનાની કિંમત(The price of gold)માં 430 રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટનો કારોબાર 49,590 રૂપિયા…

21 જાન્યુઆરી 2022ના રોજ એટલે કે શુક્રવારે દેશમાં 10 ગ્રામ સોનાની કિંમત(The price of gold)માં 430 રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટનો કારોબાર 49,590 રૂપિયા અને 22 કેરેટનો કારોબાર 47,590 રૂપિયા થયો છે. એક કિલો ચાંદી ગઈકાલથી રૂ. 1400ના વધારા સાથે રૂ. 64,600 પર વેચાઈ રહી છે. એક્સાઈઝ ડ્યુટી(Excise duty), રાજ્ય કર(State tax) અને મેકિંગ ચાર્જિસ(Making charges)ને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત બદલાય જાય છે. તમને એ પણ જણાવી દઈએ કે આખરે દેશના અલગ-અલગ રાજ્યોમાં સોના-ચાંદીના ભાવ (golશું છે.

દેશના મેટ્રોપોલિટન શહેરોમાં સોના અને ચાંદીના ભાવ:
દિલ્હીમાં 24-કેરેટ સોનાની કિંમત 52,040 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં તે 49,590 રૂપિયા છે. દિલ્હી અને મુંબઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત અનુક્રમે 47,700 રૂપિયા અને 47,590 રૂપિયા છે. ચેન્નાઈમાં શુક્રવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ 50,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો 10 ગ્રામ 45,810 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ચેન્નાઈમાં આજે 1 કિલો ચાંદીની કિંમત 68,800 રૂપિયા છે, જ્યારે દિલ્હી અને મુંબઈમાં ચાંદી 64,600 રૂપિયામાં વેચાઈ રહી છે. કોલકાતામાં ચાંદી રૂ. 64,600 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે હૈદરાબાદ અને બેંગલુરુમાં ધાતુ રૂ. 68,800 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ -24કેરેટ સોના અને ચાંદીની કિંમત:

વાયદા બજારમાં સોના અને ચાંદી થયા મોંઘા:
બીજી તરફ, એક દિવસ પહેલા એટલે કે 20 જાન્યુઆરીએ મોડી રાત્રે સોના ચાંદી મોંઘા થયા હતા. મળતી માહિતી મુજબ ગુરુવારે સોનું રૂ.48,377 પર બંધ થયું હતું. જ્યારે કારોબારી સત્ર દરમિયાન સોનાની કિંમત પણ 48,416 રૂપિયાની સાથે દિવસની ટોચે પહોંચી ગઈ હતી. બીજી તરફ ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળ્યો છે.બુધવારે ચાંદીનો ભાવ રૂ.974 વધીને રૂ.65,379 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન તે પણ 65,499 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *