સતત ઘટાડા બાદ ફરીએકવાર સોના ચાંદીમાં થયો વધારો- અહીં ક્લિક કરી જાણો આજના નવા ભાવ

દેશના બુલિયન માર્કેટમાં આજે, ગુરુવાર, 13 જાન્યુઆરી 2022ના રોજ, સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે પીળી ધાતુની કિંમત એક દિવસ પહેલાની કિંમત કરતાં વધી રહી છે. બીજી તરફ ચાંદીના ભાવમાં આજે રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ કે, ગુરુવાર 13 જાન્યુઆરી 2022ના રોજ સોના અને ચાંદીની નવી રેટ લિસ્ટ શું દર્શાવી રહી છે.

13 જાન્યુઆરી, 2022ના રોજ, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 51,210 રૂપિયા છે. આ એક દિવસ પહેલાની કિંમત કરતાં 310 રૂપિયા વધુ છે. તેમજ 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,950 રૂપિયા છે. આ પણ તેની આગલા દિવસની કિંમત કરતાં રૂ. 300 વધારે છે. બીજી તરફ દેશમાં આજે ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. તેમજ ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. બીજી તરફ દેશમાં ખરમાસના કારણે લગ્નો થંભી ગયા છે. જેની સોના-ચાંદીની ખરીદ-વેચાણ પર ભારે અસર પડી છે. તે દરમિયાન કોરોનાના કારણે શેરબજારમાં ભારે વધઘટને કારણે, ઘણા રોકાણકારોએ સોના અને ચાંદીમાં રોકાણને વધુ સારા વિકલ્પ તરીકે અપનાવ્યું છે. બજાર નિષ્ણાતોનું પણ માનવું છે કે રોકાણકારોએ આ સમયે ખરીદીની વ્યૂહરચના અપનાવવી જોઈએ. જયારે નિષ્ણાતો સોના અને ચાંદીની વર્તમાન શ્રેણીને વધુ સારી ખરીદી તરીકે માની રહ્યા છે.

તેમજ જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 22- 24 કેરેટ સોનાની અને ચાંદીની કિંમત શું ચાલી રહી છે?

આજે ચાંદીના ભાવ શું છે?
આજે 13 જાન્યુઆરી 2022ના રોજ ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે, ગુરુવારે સફેદ ધાતુની કિંમત 65,000 રૂપિયા પ્રતિ કિલો છે. આ દિવસની અગાઉની કિંમત કરતાં રૂ. 4,200 વધુ છે. તમને જણાવી દઈએ કે આ એક દિવસમાં સૌથી મોટો ઉછાળો છે. એટલે કે એક દિવસમાં ચાંદીમાં 4 હજાર 200 રૂપિયાનો વધારો થયો છે.

લખનૌમાં આજે પ્રતિ ગ્રામ 22 કેરેટના ​1 ગ્રામ સોનાનો ભાવ રૂ 4,560, 8 ગ્રામ સોનાનો ભાવ રૂ 36,480, 10 ગ્રામ સોનાનો ભાવ રૂ 45,600 તેમજ 100 ગ્રામ સોનાનો ભાવ રૂ 4,056 નોંધાયા છે.
લખનૌમાં પ્રતિ ગ્રામ 24 કેરેટ સોનામાં1 ગ્રામ સોનાની કિંમત રૂ 4,850, 8 ગ્રામ સોનાની કિંમત રૂ 38,800, 10 ગ્રામ સોનાની કિંમત રૂ 48,500, 100 ગ્રામ સોનાની કિંમત રૂ 4,085 નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *