કલાકારની અનોખી કલાત્મકતા… તૈયાર કરી પ્રધાનમંત્રી મોદીની સોનાની મૂર્તિ- વાયરલ થયો વિડીયો

દિવસેને દિવસે PM મોદી (Prime Minister Narendra Modi) ની લોકપ્રિયતામાં ખુબ વધારો થઇ રહ્યો છે, ફક્ત દેશના જ નહિ પરંતુ વિદેશના લોકો પણ PM મોદીના વખાણ કરતા થાકતા નથી, ત્યારે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનાની પ્રતિમા ખુબ ચર્ચામાં છે. બોમ્બે ગોલ્ડ એક્ઝિબિશન (Bombay Gold Exhibition) માં એક કલાકારે 156 ગ્રામ સોનાની મૂર્તિ બનાવી છે. સોનાની આ પ્રતિમાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કહ્યું- વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા મેગા સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને રજનીકાંત કરતાં પણ વધારે થઇ ગઈ છે.

પીએમ મોદીની સોનાની પ્રતિમાનો વીડિયો બે દિવસ પહેલા યોજાયેલા બોમ્બે ગોલ્ડ એક્ઝિબિશનનો છે. મોદીની સોનાની પ્રતિમા ફરતી જોવા મળી રહી છે. તેની નીચે મૂર્તિનું વજન 156 ગ્રામ લખેલું છે. નિષ્ણાતો કહે છે કે આટલા ઓછા સોનામાં આટલી સુંદર મૂર્તિ બનાવવી એ કલાકારની કલાત્મકતા છે. જોકે વાયરલ વીડિયોમાં કલાકારનું નામ આપવામાં આવ્યું નથી.

ટ્વિટર પર પીએમ મોદીની સોનાની પ્રતિમા શેર કરતા યુઝર્સે લખ્યું કે “અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા વિશ્વભરના લોકપ્રિય લોકોની મીણની પ્રતિમા બનાવવામાં આવી છે. મોદીએ તેમને પણ પાછળ છોડી દીધા છે, તેથી જ તેમની સોનાની પ્રતિમા બનાવવામાં આવી છે.”

ઈન્દોરમાં ધનતેરસ પર મોદીની ચાંદીની મૂર્તિઓ વેચાઈ હતી
ધનતેરસ પર ઈન્દોરમાં એક બુલિયન શોપમાં મોદીની ચાંદીની મૂર્તિ વેચાઈ હતી. 150 ગ્રામ ચાંદીથી બનેલી આ મૂર્તિઓ 11 હજાર રૂપિયામાં વેચાઈ હતી. બુલિયન વેપારીએ મુંબઈથી મંગાવીને બનાવ્યું હતું. મૂર્તિઓ અલગ અલગ મુદ્રા અને કુર્તાની હતી.

ઈન્દોરના છોટા સરાફાના વેપારી નિર્મલ વર્મા જૂના રાજમોહલ્લાના રહેવાસી છે. તેઓ પીએમ નરેન્દ્ર મોદીને આઇકોન માને છે. નિર્મલ બીજેપી મર્ચન્ટ સેલના પ્રમુખ પણ છે. તેઓ લાંબા સમયથી હર હર મોદી, ઘર ઘર મોદીના અભિયાનને આગળ ધપાવે છે.

મોદીની ચાંદીની નોટ-સિક્કા
ઈન્દોરના નિર્મલ વર્મા લાંબા સમયથી એક દુકાનમાંથી પીએમ મોદીના ચાંદીના સિક્કા અને નોટો વેચી રહ્યા છે, પરંતુ તેમણે મુંબઈમાં જ્વેલર્સના એક જૂથમાં પીએમ નરેન્દ્ર મોદીની ચાંદીની મૂર્તિઓ જોઈ. આ પછી તેણે ખાસ ઓર્ડર આપીને આ મૂર્તિઓ બનાવી.

મોદી કુર્તા અને જેકેટ પણ ટ્રેન્ડમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ડિઝાઇનવાળો કુર્તો પહેરે છે. જેની સ્લીવ હાફ શર્ટ જેવી ટૂંકી રહે છે. મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી આ કુર્તા અને તેમની સ્ટાઇલનું જેકેટ ટ્રેન્ડમાં છે. યુવાનોમાં કુર્તાની આ સ્ટાઇલનો ઘણો ક્રેઝ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *