ગુજરાત(Gujarat): રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ(DST) હેઠળના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)-ગાંધીનગર દ્વારા ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ(STEM) કવિઝ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં સૌપ્રથમ ઓનલાઈન માધ્યમથી જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (૨૮- ફેબ્રુઆરી-૨૦૨૨)ના રોજ ગુજરાત સાયન્સ સિટી ખાતે ફાઈનલ સ્પર્ધા યોજાશે. જેમાં ટોચના એક હજાર વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટી ખાતે નિ:શુલ્ક ટૂર કરાવવામાં આવશે.
વિજેતા વિદ્યાર્થીઓને રૂ.૧ કરોડ સુધીના ઈનામો પુરસ્કારરૂપે આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ વિજેતા ટીમને ટચ સ્ક્રીન આઈ-૫ લેપટોપ તેમજ રનર અપ ટીમને આઈ-૫ લેપટોપ આપવામાં આવશે. જ્યારે ભાગ લેનારી બાકીની ૪ ટીમને આઈ-૩ લેપટોપ આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ વિજેતા ટીમને ઈનામરૂપે આઈપેડ અપાશે. રાજ્ય કક્ષાની ટોપ ૫ ટીમોને ઈસરો, DRDO, TIFAC જેવી પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થાઓની મુલાકાતે લઈ જવામાં આવશે. ભાગ લેનારા તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત આપવામાં આવશે.
આ સ્પર્ધામાં એક શાળામાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જેમાં ભાગ લેવા માટે તા.૧૯ જાન્યુ.૨૦૨૨ સુધીમાં વેબસાઈટ https://gujcost.gujarat.gov.in આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી એમ બને ભાષામાં રહેશે. રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને સોફ્ટ કોપીમાં પ્રશ્નબેંક પણ આપવામાં આવશે. સુરત જિલ્લામાંથી ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓને આ ક્વિઝ વિષે વધુ માહિતી માટે મેળવવા માટે જયભારતી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર (csc) -સુરતના ડાયરેકટરશ્રી જી.એન. કાકડિયા(મો.૭૫૬૭૯૨૪૫૦૧) વિધિ લીલા( મો.૭૦૯૬૭૭૯૯૫૩) અથવા પિનાકીન પુરાણિક (મો.૮૮૬૬૫૩૧૮૮૧) નો સંપર્ક કરવા જણાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.