એશિયાનાં દક્ષિણ પૂર્વનાં દેશ ફિલિપાઈન્સમાં 2020નું સૌથી શક્તિશાળી સુપર ટાયફૂટ ‘ગોની’ ત્રાટક્યું હતું તેમજ તેનાંથી ભયંકર તબાહી સર્જાઈ હતી. લગભગ 225 KM પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો તેમજ અતિ ભારે વરસાદનાં લીધે તારાજી સર્જાઈ હતી. ટાયફૂટ ગોનીનાં લીધે કુલ 7 લોકોનાં મોત થયા હતા તેમજ લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને જોઇને રાજધાની મનિલાનાં એરપોર્ટને પણ બંધ કરવામાં આવ્યું હતુ.
વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને જોઇને રાજધાની મનિલાનાં એરપોર્ટને બંધ કરવામાં આવ્યું
ફિલિપાઈન્સનાં હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ ફિલિપાઈન્સનાં દક્ષિણી વિસ્તારમાં આવેલા કેટાન્ડયુએન્સ પ્રોવિન્સનાં દ્વિપ પર સુપર ટાયફૂટ ગોનીએ બે વાર પ્રહાર કર્યા હતા તેમજ તોફાની પવનો તેમજ વરસાદનાં લીધે ઘણા ઘરો ધરાશયી થયા હતાં તેમજ વીજળીનાં થાંભલા તુટી ગયા હતા. મોટી બિલ્ડીંગોને ટાયફૂનનાં પ્રહારને લીધે તહસ-નહસ થઇ હતી.
તોફાની પવનો તેમજ વરસાદનાં લીધે ઘણા ઘરો ધરાશયી થઈ ગયા
તોફાની પવનોની સાથે સાથે ત્રાટકેલા અતિ ભારે વરસાદને લીધે ઠેર-ઠેર પાણી પણ ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા. લોકો પોતાનાં જીવ તેમજ સંપત્તિને બચાવવા માટે ખુબ જ સંઘર્ષ કરતાં હોય તેવા જોવા મળ્યા હતા. જોકે જમીન ઉપર ત્રાટક્યા પછી ટાયફૂટ ગોની ધીમું પડયું હતુ તેમજ પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું, જ્યાં મનિલા સહિતનાં બધા જાણીતા શહેરો આવેલા છે. ઉલ્લેખનીય એ છે કે, હજુ એક અઠવાડિયા અગાઉ જ ત્રાટયેલા ટાયફૂનમાં કુલ 22 લોકોનાં મૃત્યુ થયા હતા તેમજ જનજીવન બેઠું થાય ત્યાં જ પાછુ એક સુપર ટાયફૂન ત્રાટક્યું હતુ.
ગવર્નર અલ ફ્રાન્સીસ બિચેરાએ જણાવ્યું કે, અલબૅ પ્રોવિન્સમાં ઓછામાં ઓછા 4 લોકોનાં મૃત્યુ થયા છે, તેમાં ગામડાના વિસ્તારમાં રહેતાં એક પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. માયોન જ્વાળામુખી વિસ્તારમાં તોફાનનાં લીધે કિચડનો મોટો પ્રવાહ વહી આવ્યો હતો તેમજ તેમાં તણાઈ ગયેલા એક બાળકની લાશ તો 15 KM દૂરથી મળ્યો હતો. આ ઉપરાંત પણ 3 લોકોનાં મૃત્યુ થયા હતા.
ફિલિપાન્સનાં હવામાન વિભાગએ ચેતવણી જારી કર્યા પછી પણ ઘણા લોકોએ પોતાનાં ઘરની અંદર જ રહેવાનો નિર્ણય લેતાં મુશ્કેલી વધી હતી. એક વાર જમીન પર ત્રાટક્યા પછી ગોનીની તાકાત ઘટી હતી, તેમ છતાં 165 KMથી માંડીને 230 KM પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેવી ચેતવણી વ્યક્ત કરી છે. ટાયફૂનની આઇ મનિલાથી 70 KM દૂરથી પસાર થાય તેવો અંદાજ છે, પરંતુ તેની તીવ્રતા જોઇને ફિલિપાઈન્સનાં એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે તેમજ મિલિટ્રીની સાથે નેશનલ પોલીસ તેમજ કોસ્ટ ગાર્ડને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle