નર્મદા નદી પર સરદાર સરોવર ડેમમાં જળસ્તર ઐતિહાસિક 134 મીટરની સપાટીઓ પહોચંતા પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે.વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરદાર સરોવર ડેમની તસવીરો પણ પોસ્ટ કરી છે.તો સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ષ 2019ની ટાઈમ્સની યાદીમાં 100 મહાનતમ સ્થાનમાં સામેલ થવાને લીને પણ ટ્વિટ કર્યુ છે. એક જ દિવસમાં 34 હજાર મુલાકાતીઓ અંગે મોદીએ ટ્વીટ કર્યુ છે. અને તેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાણીતા પર્યટક સ્થળ બની રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
News that will make you thrilled!
Happy to share that the water levels at the Sardar Sarovar Dam have reached a historic 134.00 m.
Sharing some pictures of the breathtaking view, with the hope that you will go visit this iconic place and see the ‘Statue of Unity.’ pic.twitter.com/nfH67KcrHR
— Narendra Modi (@narendramodi) August 28, 2019
જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. જે આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભ ભાઈ પટેલને આપવામાં આવેલી શ્રદ્ધાંજલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય મુંબઈની ફેશનેબલ સોહો હાઉસને પણ ફોર્બ્સની સૂચિમાં સ્થાન મળ્યું છે. જ્યાં અગિયાર માળની ઈમારતમાં અરબ સાગર નજર આવે છે. જેમાં એક પુસ્તકાલય અને 34 સીટો ધરાવતું એક સિનેમાઘર અને ખુલી છતમાં બનેલ એક પુલ છે.
Excellent news vis-à-vis the ‘Statue of Unity’- it finds a spot in the @TIME 100 greatest places 2019 list.
And, a few days back, a record 34,000 people visited the site in a single day.
Glad that it is emerging as a popular tourist spot!https://t.co/zLSNmwCKyc pic.twitter.com/7xmjWCz9xo
— Narendra Modi (@narendramodi) August 28, 2019
આ સૂચિમાં ચાડનું જોકુમા નેશનલ પાર્ક, મિસ્ત્રની લાલ સાગર પર્વત શ્રુંખલા, વોશિગ્ટનનું મ્યુઝિયમ, ન્યૂયોર્ક સિટીનું ધ શેડ. આઈસલેન્ડના જીયોસી જિયોથર્મલ સી બાથ, ભૂટાનની સિક્સ સેન્સેઝ હોટલ, મારા નોબોઈશો કંઝર્વેસીની લેપર્ડ હિલ અને હવાઈના પોહોઈકી પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.