માસુમ બાળકીની નાની એવી પટ્ટી કાપવાને બદલે, ડોકટરે કાપ્યો અંગુઠો, અને પછી…

અમદાવાદની VS હોસ્પિટલની બેદરકારીના કારણે એક નાનકડી બાળકીને પોતાના હાથનો અંગુઠો ગુમાવવાનો વારો આવ્યો છે. આમ તો અમદાવાદની VS હોસ્પિટલને ગરીબોની જીવાદોરી કહેવામાં આવે છે.…

અમદાવાદની VS હોસ્પિટલની બેદરકારીના કારણે એક નાનકડી બાળકીને પોતાના હાથનો અંગુઠો ગુમાવવાનો વારો આવ્યો છે. આમ તો અમદાવાદની VS હોસ્પિટલને ગરીબોની જીવાદોરી કહેવામાં આવે છે. પણ આ હોસ્પિટલે એક ગરીબ પરિવારની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. કારણે કે, અહીં નર્સે નાની બાળકીના હાથમાં લગાડેલી પટ્ટી કાઢતી વખતે કાતરથી માસુમ બાળકીનો અંગુઠો કાપી નાંખ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, બે વર્ષની બાળકીને સામાન્ય શરદી અને ઉધરસના કારણે VS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની સારવાર પછી તેને જ્યારે ઘરે જવા માટે રજા આપવામાં આવી તે સમયે બાળકીના હાથમાં લગાડવામાં આવેલી પટ્ટી કાપવા જતા નર્સની બેદરકારીના કારણે બાળકીના અંગુઠાની ઉપરનો ભાગ કપાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે બાળકીના પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી છે. પરિવારજનોનો રોષ જોઈને બાળકીને પિડિયાટ્રીક વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

બાળકીના પરિવારજનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 29 તારીખે અમે આ બાળકીને દવાખાને લઈને આવ્યા હતા. તેની તબીયત સારી ન હતી. શરદી, ઉધરસ અને તાવ હતો. એટલે અહીંના ડૉક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બાળકીને સારવાર માટે દાખલ કરવી પડશે. અમે તેને હોસ્પિટલમાં દાખલ કરી.

ત્યારબાદ 2 તારીખે બાળકીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. ત્યારે નર્સની બેદરકારીના કારણે આ થયું છે. બીજી નર્સોએ એમ કહ્યું કે, નાની બાળકીની પટ્ટી ખોલવામાં કાતરનો ઉપયોગ ન થાય પણ નર્સે પટ્ટી કાપવા માટે કાતરનો ઉપયોગ કર્યો, તેને કારણે આવું થયું.

આ ઘટના પછી ડૉક્ટરોએ એમ કહ્યું કે, તમે બીજી મોટી હોસ્પિટલમાં સરવાર માટે બાળકીને લઈ જાઓ. બાળકીનો અંગુઠો તો જોડી દીધો છે, ઓપરેશન કરીને. પણ ડૉક્ટરે એમ કહ્યું છે કે, બાળકીના ભાગ્યમાં હશે તો અંગુઠો જોડાશે, નહીં તો ભગવાનની ઈચ્છા. અમારી માગ એ છે કે, અમારી બાળકીનો અંગુઠો જેવો હતો તેવો અમારે જોઈએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *