તૌકતે વાવાઝોડાએ હાલ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી છે. વાવાઝોડું ગઈકાલે રાત્રે 9 વાગ્યે ગુજરાતના ઉના પાસે ટકરાયું હતું. તે દરમિયાન તેની ગતિ પ્રતિ કલાક 150થી 175 કિલોમીટરની હતી. ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડી જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો.
સૌથી વધારે ઝડપ જાફરાબાદ અને પીપાવાવમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયા કાંઠે તબાહી સર્જી હતી. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં નારીયેળીનું ઝાડ પડતા 2 માળનું મકાન ધરશાહી થયું છે.
અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રીમતિ મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકના ૭ કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.
શ્રીમતિ મોહંતીએ ઉમેર્યું કે, આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.