મળી રહેલ જાણકારી પ્રમાણે, Google પોતાના એન્ડ્રોઇડ એપ સ્ટોર Google Playથી વર્ષ 2019માં 11.2 અબજ ડોલર એટલે કે, અંદાજે 82,320 કરોડની કમાણી કરી છે. Google Play Storeના ઇતિહાસમાં એવું સૌપ્રથમવાર થયું છે કે, Googleએ Play Store પરથી થતી કમાણી જાહેર કરી છે.
Googleએ આ જાણકારી અમેરિકાની એક કોર્ટમાં આપી છે. 22 ઓક્ટોબર, વર્ષ 2008ના રોજ Google Play લોન્ચ કરવામાં આવ્યું હતું કે, જેને પાછળથી Google Play Store નામ આપી દેવામાં આવ્યું હતું. યુટા તથા 36 અન્ય US રાજ્યો તથા જિલ્લાઓ માટે એટોર્ની જનરલે એપ સ્ટોર પર અવિશ્વાસના ઉલ્લંઘનને લઈ ગૂગલ સામે કેસ કર્યા પછી ગૂગલે તેની પ્લે સ્ટોરની કમાણી જાહેર કરી છે.
જેમાં એપ્લિકેશનની ખરીદી તથા સ્ટોર એડ્સની કમાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૂગલને વર્ષ 2022ના અંત સુધીમાં બીજી તપાસનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, કેટલીક કંપનીઓએ આક્ષેપ મુક્યો છે કે, ગૂગલ એપ સ્ટોર પર એપ વેચવાના તેના અધિકારોનો દુરુપયોગ કરે છે.
પ્લેસ્ટોરથી કઈ રીતે થાય છે ગૂગલની કમાણી?
સામાન્ય રીતે આપણે ફ્રી એપ ડાઉનલોડ કરતી વખતે તેની કમાણી અંગે વિચારતા નથી પણ આપને જાણીને આશ્ચર્ય થશે કે, સૌથી વધારે કમાણી ફ્રી એપથી જ થાય છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ થયેલ અંદાજે 98% એપ્સ ફ્રી છે. પ્લે સ્ટોર પર સૌથી વધારે કમાણી કરતી ટોપ 10 એપ્લિકેશન્સમાં ટોપ 8 ગેમિંગ એપ્લિકેશન્સ છે.
આપને જણાવી દઈએ કે, ગૂગલ પ્લે સ્ટોર પર એપને લિસ્ટ કરવા માટે તમારે પૈસા આપવા પડતા હોય છે. ડેવલપર્સે પ્લે સ્ટોર પર ઓપરેશન કોસ્ટ તરીકે $25 એટલે કે, અંદાજે 1,830 રૂપિયા ચૂકવવા પડતા હોય છે. આની સિવાય કેટલીક એપ્સ પેઈડ હોય છે એટલે કે તેને ડાઉનલોડ કરવા માટે તમારે પૈસા ચૂકવવા પડતા હોય છે.
આની સિવાય, ઇ-બુક્સ પણ પેઈડ હોય છે કે, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવે છે. કેટલીક કંપનીઓ પોતાની એપ્સને પ્રમોટ કરવા માટે પૈસા પણ આપતા હોય છે કે, જેમાંથી ગૂગલ કમાય છે. તમારે ગૂગલ પ્લે સ્ટોર પર મૂવી જોવા માટે પણ પૈસા આપવાના હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.