ગુજરાત ભાજપે અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલની પોલ ખોલવા માટે 17 નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી મોકલ્યું છે. અરવિંદ કેજરીવાલ સરકારના દિલ્હી મોડલનું ‘નિરીક્ષણ’ કરવા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લઇ રહ્યું છે. જેમાં ભૂતપૂર્વ મંત્રીઓથી લઈને ધારાસભ્યો પણ સામેલ છે.
દેશમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત દિલ્હીથી થઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિની વાતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજતી રહી છે. આજે દેશમાં ક્યાંય પણ સારી શાળાઓ અને સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થાની વાત થાય છે, તો ચોક્કસ દિલ્હીના કેજરીવાલ મોડલની વાત થાય છે, આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પહેલીવાર આવી અદ્ભુત વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જે વ્યવસ્થા પરિવર્તન આવ્યું છે તેણે સમગ્ર દેશને એક ઉદાહરણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલએ આખા દેશના નેતાઓ અને પાર્ટીઓને એક રસ્તો બતાવ્યો છે કે જો નિયત સાફ હોય તો પરિવર્તન નિશ્ચિત છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિધાન સભાના સ્પીકર રમણભાઈ વોરાને ફોન કરીને કહ્યુ કે, તમે દિલ્હીમાં સ્કુલ જોવા ગયા છો, તો ત્યાં દિલ્હી સરકારના 5 ધારાસભ્યો તમારી રાહ જોઇને ઉભા છે. રાજ એવન્યુ સ્કુલ પાસે ભાજપ કાર્યાલયની બાજુમાં તમારી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રમણભાઈ ગોગાવાળીને સરખા જવાબ પણ આપી રહ્યા નથી.
રમણભાઈએ જવાબ ન આપતા ગોપાલ ઈટાલિયા કહે છે કે, શિક્ષણ મંત્રી રમણભાઈ મોટા ઉપાડે દિલ્હીની સ્કુલો જોવા ગયા છે. પરંતુ અમે જયારે તેમને દિલ્હીની સ્કુલો બતવવા ત્યાર છીએ. તે જે એરિયા, મોહલ્લા, ગલીની સ્કુલ જોવા માંગે તે બતાવવા ત્યાર છીએ. પણ ભાજપના પ્રતિનિધિઓ જોવા માટે ત્યાર નથી. તેના પરથી જ સાબિત થાય છે કે, આ લોકો મેલા ઈરાદા સાથે ત્યાં ગયા છે. ગઈકાલે કહેતા હતા કે, અમને કોઈ આમંત્રણ મળ્યું નથી. હવે આમંત્રણ આપીએ છીએ તો સ્વીકારવા ત્યાર નથી.
અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે કહ્યું હતું કે, અમે રાજનીતિ કરવા નથી પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છીએ. ધીરે ધીરે, સંઘર્ષ કરતા-કરતા, આમ આદમી પાર્ટી આગળ વધીને સાચી સાબિત થઈ છે. સરકારી શિક્ષણ પ્રણાલી અને સરકારી આરોગ્ય વ્યવસ્થા જેવા મુદ્દાઓ ક્યારેય ભાજપના મુદ્દા ન હતા પરંતુ આજે ભાજપને આમ આદમી પાર્ટીના પરિવર્તન ની રાજનીતિને અનુસરવાની ફરજ પડી છે, આ અમારી સફળતા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને આજે અમારા મુદ્દાઓ પર કામ કરવાની ફરજ પડી છે, કારણ કે આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ એ શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. લોકો ને જાગૃત કરવાનું કામ કર્યું છે.
હું ગુજરાતના ભાજપના નેતાઓને અભિનંદન આપું છું જેઓ દિલ્હીની સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ જોવા જઈ રહ્યા છે અને કહેવા માંગુ છું કે જો તમે ગુજરાતની ખરાબ વ્યવસ્થા જાણો છો તો દિલ્હીની સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થામાંથી કંઈક શીખીને આવજો. ગુજરાતમાં ભાજપના નેતાઓ તેમના માતા-પિતાના નામે ટ્રસ્ટ શરૂ કરીને, ખાનગી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો વેપાર કરી રહ્યા છે. હું બીજેપીના નેતાઓને બીજી એક વાત કહેવા માંગુ છું કે ત્યાં ફક્ત ફરીને અને માત્ર ફોટો પડાવી ને પાછા ના આવો અને ગુજરાતમાં આવીને લોકોમાં ખોટો ભ્રમ ન ફેલાવો.
સૌ પ્રથમ તો સ્કૂલ અને હોસ્પિટલ સહિત મુદ્દાની રાજનીતિમાં આવવા બદલ ભાજપવાળાનું સ્વાગત.
કેજરીવાલે કહ્યું હતું કે, ‘રાજનીતિ બદલવા આવ્યા છીએ’ ત્યારે ભાજપને આમ આદમી પાર્ટીના એજેન્ડા ઉપર આગળ વધતા જોઈને ખુશી થાય છે.
અને જોવા ગયા જ છો તો કાંઈક શીખીને આવજો, ડેલે હાથ દઈને પાછા ન આવતા. https://t.co/iGV6nJxNJC
— Gopal Italia (@Gopal_Italia) June 28, 2022
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, સૌ પ્રથમ તો સ્કૂલ અને હોસ્પિટલ સહિત મુદ્દાની રાજનીતિમાં આવવા બદલ ભાજપવાળાનું સ્વાગત. કેજરીવાલે કહ્યું હતું કે, ‘રાજનીતિ બદલવા આવ્યા છીએ’ ત્યારે ભાજપને આમ આદમી પાર્ટીના એજેન્ડા ઉપર આગળ વધતા જોઈને ખુશી થાય છે. અને જોવા ગયા જ છો તો કાંઈક શીખીને આવજો, ડેલે હાથ દઈને પાછા ન આવતા.
આ પહેલા પણ આ મુદ્દા અંગે ઇસુદાન ગઢવીએ ફેસબુક પર જણાવતા કહ્યું છે કે, આનું નામ શુદ્ધ રાજનીતિ કેવાય !આજે ભાજપના નેતાઓ દિલ્હીની સ્કૂલ અને મોહલ્લા ક્લિનક જોવા જવાનું નક્કી કર્યું !પહેલી વખત પ્રજાના મુદા પર રાજનીતિ થઇ રહી છે એ જાણીને આનંદ થયો !બીજું કે આ વાત દિલ્હીના શિક્ષણ મંત્રીને ખબર પડી કે તુરંત એમણે 5 ધારાસભ્યોને સૂચના આપી કે તેઓ જ્યાં પણ ભાજપના નેતા સ્કૂલ જોવા માંગે ત્યાં સન્માન પૂર્વક લઇ જાવ !બીજી બાજુ મનીષ જી અહીં સ્કૂલ જોવા આવ્યા ત્યારે તો કોઈ ભાજપના ધારાસભ્ય રહ્યા નહોતો! એટલું જ નહીં મનીષ જી એ શિક્ષણમંત્રીને અને મુખ્યમંત્રીને પણ સ્કૂલ જોવા આમંત્રણ પાઠવ્યું હતું પણ ખેર એ તો ના આવ્યા !પણ અહીંથી ગયેલા નેતાઓને વિનંતી કે સારું નિરીક્ષણ કરીને પછી ગુજરાતમાં એનો અમલ કરાવજો અને ભાજપના નેતાઓની ખાનગી શાળાઓ બંધ પણ કરાવજો! આ મહત્વની પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સાથે આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) પણ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.