પોતાને ઈમાનદાર પાર્ટીના નેતા ગણાવતા ગોપાલ ઇટાલિયાએ અમરેલી વાસીઓને બનાવ્યા મામુ- ફોટોની લાલચે ઝડપાઈ ગયા

ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, રાજકીય પાર્ટીના નેતા પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અવનવા કારનામા કરતા રહેતા હોય છે. પછી તે ભાજપ(BJP) હોય કે, કોંગ્રેસ(Congress) હોય કે, ભલેને આમ આદમી પાર્ટી(AAP) હોય! કોઈ પણ પાર્ટીના નેતાઓ કાર્યક્રમ દરમિયાન જશ લેવાનું ચુકતા નથી.

ત્યારે આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા(Gopal Italia) દ્વારા આવું જ એક કારનામું કરવામાં આવ્યું છે. જોવા જઈએ તો ધારી વિધાનસભાના બગસરામાં એક ટ્રસ્ટના નામે લોકાર્પણ થયેલ એમ્બ્યુલન્સનું ફરી એક વખત એ જ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ સાથે આ એમ્બ્યુલન્સ પર આમ આદમી પાર્ટીના બોર્ડ મારી બીજી વખત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના આગેવાનને વાહવાહી કરવાનો અને પોતાની એક અનોખી ઓળખ ઉભી કરવાનો શોક જાગ્યો હોય તેવું આ પ્રકારની ઘટના પરથી લાગી રહ્યું છે. અમરેલી જીલ્લા આમ આદમી પાર્ટીના આગેવાન અને દીપ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ રમણીકભાઈ બાલધાએ દીપ ચેરીટેબલ ટ્રસ્ટને દાનમાં આપેલ એમ્બ્યુલન્સનું વારંવાર લોકાર્પણ કરીને રાજકીય જશ ખાટવાનું અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ઘટના સામે આવી છે.

જણાવી દઈએ કે, બગસરા ખાતે ચાલી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાના હસ્તે એકની એક એમ્બ્યુલન્સનું બીજી વાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના પરથી કહી શકાય કે, અમરેલી વાસીઓને કઇકને કઈક રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ ફોટા, વાહવાહી અને લોકોની નજરોમાં સારા દેખાવા માટે આ પ્રકારના કારનામાં કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *