ગુજરાતમાં પોતાના કાયદાના જ્ઞાનને લીધે લોકચાહના મેળવનાર ગોપાલ ઇટાલિયાની એક વિવાદાસ્પદ કહી શકાય તેવા કેસમાં ધરપકડ થતા પોલીસની ભૂમિકા સામે સવાલ થઇ રહ્યા છે.
રસીક ભાઈ કાનજીભાઈ ધોળીયા નામના રહેવાસી રૂપમ સોસાયટી ,હીરાબાગ ,વરાછા રોડ (મૂળગામ – રાણપડા, જિલ્લો – ભાવનગર ) નોંધેલ ફરિયાદ આ મુજબ છે,” તારીખ 10-01-2020 ના રોજ સાંજના આશરે સાડા પાંચેક વાગ્યે હું (રસીક ભાઈ કાનજીભાઈ ધોળીયા) ઝડફીયા સર્કલ પાસે રોંગ સાઇડમાં સામેની બાજુએ ઉભો હતો. ત્યારે ઝડફીયા સર્કલ પાસે પોલીસના માણસો પણ ઉભા હતા.
અને વાહન ચેકીંગ કરતા હતા ત્યારે આ કામના આરોપી નામે ગોપાલભાઈ ઇટાલિયા જેને હું જોવાથી ઓળખું છું. તેની ઓફીસ પાસે હું ઉભો હતો જે ત્યાં જ હતી. જેથી ત્યાં આવેલ અને ચાલું ફોને કોઈને ફોન કરીને પોલીસ વિશે કહેવા લાગ્યા કે, આ ખાઉધરા અહિં આવી ગયેલા છે. અને લોકોને લુંટે છે, તેમ કહી નાલાયક ગાળો બોલતા હોય.
આ બધું મે સાંભળી મે તેમને કહ્યું, પોલીસ જે કામ કરે છે તે બરાબર જ કરે છે અને લોકો માટે જ કરે છે, અને જે નિયમોનો ભંગ કરે છે અને જે મેમો આપે છે તે કાયદાનું પાલન કરે છે. તને ક્યાં કોઈ હેરાન ગતિ કરે છે? તેવી વાત અમોએ આ આરોપીને કહેલ હતી.
અને જેથી તે આરોપી ઉશ્કેરાઇ ગયેલ અને મને કહ્યું કે, “તુ મને ઓળખે છે? હું ગોપાલ ઈંટાલિયા છું. તું તારૂ કામ કર નહિતર તને ખોઇ નાંખીશ અને અહિં સુરતથી તને ખતમ કરી નાખીશ”. તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી.
અને મારું અહિં નેટવર્ક ઘણું મોટુ છે, તેમ મને ધમકી આપી અમોને નાલાયક ગાળો બોલવા લાગેલ અને જેથી અમો એ તેમને કહેલ કે, ભાઇ ગાળ કેમ બોલો છો? અને તમે જે કોઇ છો પણ પોલીસ જે કાંઇ કામ કરે છે તે પબ્લિક માટે જ કરે છે અને ત્યારબાદ આ ગોપાલ ઇટાલિયા પોતાની ઓફિસમાં જતા રહેલ હતા. અને જેથી આ ગોપાલ ઈટાલિયાં એ અમોને નાલાયક ગાળો આપી અમોને સુરત માંથી ગાયબ કરી નાખવા માટે ધમકી આપેલ હોય. જેથી તેમના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા અમારી આ ફરિયાદ છે.”
પોલીસની ભૂમિકા સામે અત્યારે સવાલો થઇ રહ્યા છે, થોડા દિવસો અગાઉ જ ભાજપના એક વિદ્યાર્થી નેતા સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોચેલા વિદ્યાર્થીઓની ફરિયાદ પોલીસે પુરાવા મળ્યા હોવા છતાં લીધી ન હતી. ભાજપના વિદ્યાર્થી નેતાએ જીએસની ચૂંટણીમાં સામા પક્ષમાં કામ કરનાર વિદ્યાર્થી પર અદાવત રાખીને હુમલો કરાવ્યો હતો, જેની ફરિયાદ પોલીસે લીધી નહોતી અને ઉલટા વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન થતા કમિશ્નર સુધી ફરિયાદ થઇ હતી.
આમ, પોલીસ બંધારણને બદલે ક્યારેક ક્યારેક કોઈ પક્ષનું કામ કરી રહી હોય તેવો લોક્સુર બહાર આવતો હોય છે, જે એક ગંભીર બાબત કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.