મહાત્મા ગાંધીજીને તો કોણ ન ઓળખતું હોય. હાલમાં ગાંધીજીને લઈ એક જાણકારી સામે આવી રહી છે. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમને એ પત્રો ભેટમાં આપ્યા છે, જે ગાંધીજીએ ખુદ લખેલા હતા. ગોપાલકૃષ્ણ ગાંધીએ વર્ષો સુધી આ પત્રોને સાચવી રાખ્યા હતા.
જેમાં ગાંધીજી તથા તેમના પુત્ર દેવદાસ ગાંધી વચ્ચે થયેલ વાતચીત છે. દેવદાસ ગાંધીએ મહાત્મા ગાંધીના ચોથા પુત્ર તથા ગોપાલકૃષ્ણ ગાંધીના પિતા હતા. ગાંધી પરિવાર તરફથી આશ્રમને કુલ 550 પત્રો ભેટમાં આપ્યા છે કે, જેમાં ગાધીજીએ લખેલ કુલ 190 પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીજીએ દેવદાસને વર્ષ 1920-’48 દરમ્યાન આ પત્રો લખ્યા હતા.
પત્રોમાં શુ ઉલ્લેખ કરાયો છે ?
ગોપાલકૃષ્ણ ગાંધીએ જે પત્રો આશ્રમને આપ્યા છે તેમાં ગાંધીજીએ લખેલ કુલ 190 પત્રોનો સમાવેશ થાય છે. ગાંધીજીએ આ પત્રોમાં હિન્દુ મુસલમાન એકતા માટે કુલ 21 દિવસના ઉપવાસ કર્યા હતા તેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપવાસ સંદર્ભે તેમણે દેવદાસને પત્રો લખ્યા હતા. ગાંધીજી તે સમયે મહાદેવ દેસાઇ તથા સરદાર પટેલની સાથે યેરવડા જેલમાં હતા ત્યારે દેવદાસ ગોરખપુર જેલમાં હતા તે સમયે બંને વચ્ચે પત્ર વ્યવહાર થયો હતો.
દેવદાસ ગાંધીના લગ્ન પ્રસંગે લખેલો પત્ર પણ સામેલ :
યરવડા જેલમાં ઉપયોગ થઈ ગયેલ કાગળમાંથી સરદાર પટેલ પરબીડીયા બનાવતા હતા. જેમાં ગાંધીજી પત્ર મોકલતા હતા. તે પરબીડીયા પણ આશ્રમને આપવામાં આવ્યા છે. કસ્તુરબા ગાંધીએ તેમના હાથે લખેલ પત્રો આપ્યા હતા. સરદાર પટેલે દેવદાસને ગાંધીના લગ્ન પ્રસંગે લખેલો પત્ર પણ તેમાં સામેલ છે. બીજી ગોળમેજી પરીષદમા ગાંધીજી વર્ષ 1931માં બ્રિટન ગયા હ્ત્સ.
આ સમયે તેમની સાથે મહાદેવ દેસાઇ તથા દેવદાસ પણ હતા, આ સમયે ગાંધીજીની મુલાકાતોની જે ડાયરીમાં નોંધ કરવામાં આવતી હતી તે ડાયરી પણ તેઓએ આશ્રમને ભેટમાં આપી દીધી છે. મહાદેવ દેસાઇ તથા ચંદ્રશંકર શુક્લએ સાબરમતી આશ્રમની ગતિવિધિ અંગે દેવદાસને કેટલાક પત્રો લખ્યા હતા, જે પત્રો પણ તેઓએ આશ્રમને સોંપી દીધા છે.
અહીં નોંધનીય છે કે, ગોપાલકૃષ્ણ ગાંધીનો જન્મ 22 એપ્રિલ વર્ષ 1945ના રોજ થયો હતો. તેઓ દેવદાસ ગાંધી તથા લક્ષ્મી ગાંધીના દીકરા છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી અંગ્રેજી સાહિત્યમાં તેઓએ MA નો અભ્યાસ કરીને વર્ષ 1992 સુધી IAS તરીકે દેશમાં પોતાની સેવા આપી છે. ત્યારબાદ તેઓએ સ્વૈચ્છિક રિટાયર્ડમેન્ટ લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle