મહારાજગંજ જિલ્લા ના પચરુખી ગામમાં કોઈ દિવસ કલ્પના પણ ન કરી હોય તેવી એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક સેકન્ડ વારમાં જ એક જ પરિવારના 5 સભ્યો નું વીજળી થી મોત થાય છે. સોમવારે ઘરેથી ચાર છોકરીઓ ખેતી કરવા માટે ખેતરમાં નીકળી હતી. બધી જ છોકરીઓ ખૂબ જ હસતા રમતા ખેતરે જતી હતી પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના જીવનનો આ આખરી દિવસ હશે અને તેમના નસીબમાં કંઈક બીજું જ લખ્યું છે. ખેતરમાં આ ચાર ચાર દીકરીઓ અનાજ ની વાવણી કરી હતી તે સમયે આ પાંચ દીકરીઓનું મોત થાય છે તેનું કારણ માત્ર એટલું જ હોય છે કે ઉપરથી વીજળીનો તાર પડે છે અને કરંટ લાગવાથી બધી જ દીકરીની કરુણ મોત થાય છે.
ઘટનાથી સમગ્ર ગામ શોકમાં હતું.
ઘટનાના સાંજના સમયે આ પાંચ દિકરીઓ ના કરૂણ મોતની ખબર જ્યારે ગામ લોકોને ખબર પડે છે ત્યારે આખું ગામ શોકમાં આવી જાય છે. મોતના સમાચાર ગામલોકોને મળતા જ લોકો ઘર છોડીને ખેતર તરફ દોડીને જાય છે. ગામના દરેક બાળકો મહિલાઓ અને પુરુષો પોતાનું કામકાજ છોડીને ખેતર તરફ દોડીને જાય છે. ઘટનાસ્થળ પર પહોંચતા દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. જોતજોતામાં ગામના દરેક લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને દીકરીઓના મૃતદેહ પડેલા હતા તેને જોઈ રહ્યા હતા.
એસીપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ગામલોકો એક બીજાને સાંત્વના આપી રહ્યા હતા. પરંતુ ઘટનાસ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી આ ભીડ ની સંખ્યા ખૂબ જ વધુ હતી એ માટે આ ભીડને નિયંત્રણ કરવા માટે ખુદ આ વિસ્તારના એસીપી પહોંચ્યા હતા અને લોકોને કાબુ કર્યા હતા. ધીમે ધીમે પોલીસ અધિકારીઓ અને બીજા મંત્રીઓ પણ આ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને સફેદ કપડામાં વીંટીને આગળની પ્રક્રિયા કરાવી હતી.
મજુરી ના સહારે આ ગરીબ પરિવારનો ઘર ચાલતું હતું.
આ ઘટનામાં મૃત્યુ પામેલ પાંચ દીકરીઓનાં નામ જાણવા મળ્યા છે. રાધિકા,લક્ષ્મી,સોની,વંદના તેમજ આવતી આ પાંચ દીકરીઓના મોત થયા છે. અને આ પાંચેય દીકરીઓ મજુરી કરીને પોતાનું ઘર ચલાવી રહી હતી. અને ખેતરમાં અનાજ ની વાવણી સમયે જ અને સાંજ થતાં ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા અને બધું જ સામાન ભેગો કરી રહ્યા હતા.
વીજળીના તાર ઉપર કાગડો બેસવાથી કરંટ ઉતર્યો ખેતરમાં.
આ સમયે ખેતરમાં એક વીજળીના થાંભલા પર એક કાગડો બેઠો હતો. અને જે તાર પર આ કાગડો બેઠો હતો તે તાર એકદમ ઢીલો હતો. આ ઢીલા તાર પર કાગડાના બેસવાથી તાર તૂટીને ખેતરમાં પાણી ભરેલા ખેતરમાં પડ્યો અને આ કરંટ પાણી દ્વારા ખેતરમાં પ્રસરી ગયો. તેની ઝપેટમાં આવી ગયા આ પાંચ મહિલા. ત્યારબાદ કરણ નો પ્રવાહ વધારે હોવાથી તેમનો ત્યાં ને ત્યાં જ મૃત્યુ થાય છે. ત્યાં આસપાસ રહેલા બીજા લોકોએ આ ઘટના જોઈ જોરજોરથી બૂમો પાડવા લાગ્યા અને બચાવ માટે દોડીને ખેતર તરફ આવતા હતા પરંતુ તેમણે જોયું એટલે તે પણ કઈ કરી શકે તેમ નહોતા. આ ખબર જ્યારે ગામના લોકોને જાણ થઈ ત્યારે બધું જ કામકાજ મૂકી ખેતર તરફ દોડવા લાગ્યા.
મૃત્યુ પામેલ મહિલાઓમાં બે સગી બહેન પણ હતી.
આ ઘટનામાં મૃત્યુ પામેલ મહિલાઓમાં બે સગી બહેનો પાણી મૃત્યુ થયા છે જે એક સાથે કામ કરી રહી હતી અને કરંટ લાગવાથી તેમનું પણ મૃત્યુ થયું છે. આ બંને બહેનોના નામ હતાં રાધિકા અને લક્ષ્મી. ત્યારબાદ પોલીસ કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને દરેક બનતા કામ કર્યા અને લોકોની ભીડને નિયંત્રિત કરી.
પરિવાર લોકોને મળ્યા ૧૩ લાખ રૂપિયા.
આ ઘટનામાં મૃત્યુ પામેલ મહિલાઓના પરિવારજનોને સરકારે ૧૩ લાખ રૂપિયા આપ્યા છે તેની સાથે જ વિદ્યુત સુરક્ષા હેઠળ પાંચ લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. આ ઘટનાને થયાના ત્રણ કલાક થયા પરંતુ લોકોની ભીડ એમને એમ જ હતી પરંતુ પોલીસ કર્મચારીઓએ લોકોને નિયંત્રિત કરી પાછા ગામ તરફ મોકલ્યા હતા અને ઘટનાને પોતાના હાથે ધરી હતી.