જાણો ગુજરાતના આ ગામોમાં વરરાજાને પોતાની જ જાનમાં જવાની મનાઈ છે, જાણો વધુ

Published on Trishul News at 12:30 PM, Sat, 1 June 2019

Last modified on June 1st, 2019 at 12:30 PM

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે જ્યાં આવા અનોખા સંપ્રદાયો છે કે જેમના વિશે સાંભળીને બે પળ માટે તો અવાક થઇ જવાય. આવી જ એક અજોડ પરંપરા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં છે. અહીં વરને જાનમાં જવાની પરવાનગી નથી. તે પોતાના ઘર પર જ રહે છે, પણ તેના સ્થાને તેની અવિવાહિત બહેન વરના રૂપમાં બધી વિધિઓ પૂરી કરે છે.

જો બહેન ન હોય તો પરિવારની કોઈ અન્ય કુંવારી કન્યા વર પક્ષ તરફથી જાય છે. આવી સ્થિતિમાં વરરાજો ઘર પર તેની માતા સાથે રહે છે, પણ તેની બહેન બધાં સાથે વધુના દ્વાર પહોંચે છે, તેની સાથે લગ્ન કરે છે અને ઘરે પાછા આવે છે. જો કે વરરાજાને શેરવાણી અને સાફો પણ ધારણ કરે છે, તલવાર પણ હાથમાં લે  છે પરંતુ તે પોતાના લગ્નમાં સામેલ થઇ શકતો નથી.

સુરખેડા ગામના કાનજી રાઠવા કહે છે કે સામાન્ય રીતે સમગ્ર પરંપરાગત વિધિઓ જે વરરાજાએ કરવાની હોય છે તે તની બહેન કરે છે. ‘મંગળ ફેરા’ પણ બહેન પોતે લે છે.  રાઠવા આગળ જણાવે છે કે પરંતુ આ પરંપરા પાલન અહીં ફક્ત ત્રણ ગામોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે જો આપણે તેનું  પાલન ન કરીએ તો કાંઈ નહી કંઈક અશુભ જરૂર થાય છે.

સુરખેડા ગામના જ સરપંચ રામસિંહ રાઠવા કહે છે કે જ્યારે પણ પરંપરાનો અસ્વીકાર થાય છે ત્યારે તેમનું નુકસાન થાય છે. ઘણી વખત લોકોએ પ્રયાસ કર્યો કે આ પરંપરાને ન માનવામાં આવે  તો એવામાં જોવામાં આવ્યું છે ક્યાં તો લગ્ન તૂટી જાય છે અથવા લગ્નજીવન સુખદ નથી રહેતું  અથવા કોઈ બીજી સમસ્યા ઊભી થાય છે.

પંડિતો કહે છે કે આ અજોડ સંપ્રદાય આદિવાસી સંસ્કૃતિની ઓળખ છે. આ એક લોકકથા ભાગ છે જેનું પાલન અનંતકાળથી ચાલે છે. આ વાર્તા મુજબ, ત્રણ ગામો- સુરખેડા, સાનદા અને અંબલના ગામ દેવતા કુંવારા છે. તેથી તેમને માન આપવા માટે વરરાજો ઘર પર જ રહે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી વરરાજો સુરક્ષિત રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "જાણો ગુજરાતના આ ગામોમાં વરરાજાને પોતાની જ જાનમાં જવાની મનાઈ છે, જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*