ગુજરાત(Gujarat): દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia) વાલીઓ અને બાળકો સાથે શિક્ષણ અંગે ખુલ્લો સંવાદ કરવા વડોદરા(Vadodara) આવી પહોંચ્યા હતા. તેમણે ગુજરાતમાં શાળાઓની નબળી અને જર્જરિત ઇમારતો માટે ભાજપને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, ભાજપ(BJP) પાર્ટી દિલ્હીની જેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનો ઈરાદો ધરાવતી નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતની જનતાને એવી અપીલ કરું છું કે, જે પાર્ટી તમને સારી શાળાઓ આપે છે તેને સરકાર માટે ચૂંટવામાં આવે.
મળતી માહિતી અનુસાર, મનીષ સિસોદિયા દ્વારા સ્થળ પર પહોંચીને વડોદરાની શાળાઓને દર્શાવતું ફોટો પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું અને દિલ્હીની શાળાઓની સરખામણી કરી હતી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર તેના 27 વર્ષના શાસનમાં લોકોને સારી સરકારી શાળાઓ સદંતર નિષ્ફળ નીવડી છે. જો કે આમ આદમી પાર્ટીએ છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાં સારી શાળાઓ બનાવી છે. મનીષ સિસોદિયા આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપ સરકારનો શાળાઓને સુધારવાનો કોઈ ઈરાદો છે જ નહિ અને તેથી અમે એક સારી સરકાનો વિકલ્પ લઈને આવ્યા છીએ.
ગુજરાતમાં થયેલ શિક્ષણમંત્રીઓની બેઠક પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે, પહેલ તો સારી છે પરંતુ ગુજરાતનું કોઈ શિક્ષણ મોડલ ત્યાં દેખાડવામાં આવ્યું નથી. ગુજરાત સરકાર કોઈ શાળા બતાવતી નથી કારણ કે તે અન્યને બતાવવા માટે લાયક જ નથી. જો કે જ્યારે પણ કોઈ મહેમાન દિલ્હીથી આવે છે ત્યારે અમે તેને સીધા જ અમારી દિલ્હીની શાળાઓમાં લઈ જઈએ છીએ. અમારી સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસને અમે બતાવીએ છીએ. અમે આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાને વિકલ્પો આપવા આવ્યા છીએ. આમ આદમી પાર્ટી 2022ની ચૂંટણી શિક્ષણના એજન્ડા પર દરેક સીટ પર લડશે.
વધુમાં મનીષ સિસોદિયાએ ઉમેરતા કહ્યું હતું કે, ગુજરાતમાં સરકારી શિક્ષણ ક્ષેત્ર મૃત:પ્રાય અવસ્થામાં છે એમાં પ્રાણ ફૂંકી શકે તો એ આમ આદમી પાર્ટી! પુલ અને સ્કુલ બનાવવા વચ્ચે નિણર્ય લેવામાં આવે તો પહેલા સ્કૂલો બનાવજો કારણ કે, બાળકો સ્કુલમાં ભણી શકશે તો પુલ બની જશે. લોકોના ટેક્સના પૈસા ઈમાનદારીથી લોકો માટે વાપરવા એ જ અમારી રાજનીતિ છે અને તે અમે દિલ્હીમાં કરી બતાવ્યું. શું તમને દિલ્હીથી એવા સમાચાર મળ્યા કે, પેપર લીક થયું? પરંતુ ગુજરાતમાં પેપર લીક કેમ થાય છે? ગુજરાતની હાલની પેઢીને આહ્વાન કરી રહ્યો છું કે, પોતાના મતનો ઉપયોગ એક વાર આવનાર પેઢીના ભવિષ્ય માટે કરો અને એમના શિક્ષણ માટે કરો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.